નડિયાદના વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીમાં વધુ ત્રણ સપડાયા
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ તાલુકાના વીણા ગામમાં લઘુમતી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના વાવળમાં વધુ ત્રણ દર્દીઓ સપડાયા છે તો બીજી બાજુ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગામ પંચાયતને તાકિદ કરવામાં આવી છે કે જેટલા પીવાના પાણીના લીકેજ છે
તેને વહેલી તકે બંધ કરી પ્રજાને ચોખ્ખું પાણી મળે તેવું આયોજન કરવું નડિયાદ તાલુકાના વીણાના લઘુમતી વિસ્તારમાં એટલે કે ગામની મસ્જીદ પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ઝાડા-ઉલ્ટીના રોગએ માથું ઊંચક્યું હતું એક સપ્તાહમાં ૨૫ કરતાં વધુ દર્દીઓ આ રોગમાં સપડાતા પ્રજામાં ભયનો માહોલ પેદા થયો હતો
તો બીજી બાજુ આરોગ્ય તંત્રને આની જાણ થતા ટી એચ ઓ કચેરી દ્વારા આરોગ્યની ટીમો વીણા ગામમાં ઉતારી દેવામાં આવી હતી અને ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યું હતું જે દર્દીઓ આ રોગમાં હતા તેમને દવા વિતરણ કરવામાં આવી હતી.
હજુ ગામમાં આ રોગચાળો કંટ્રોલમાં આવ્યો નથી. ઝાડા-ઉલ્ટીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વધુ ત્રણ દર્દીઓ આ રોગમાં સપડાયા છે
જેમાંથી એક જણને ૧૦૮માં નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે ગામના સરપંચ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં પીવાની પાણીમાં જેટલા પણ લીકેજ હતા એ તમામ લીકેજને બંધ કરી દેવામાં આવ્યા છે
અને પ્રજાને શુદ્ધ પાણી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો બીજી બાજુ તાલુકા આરોગ્ય અધિકારી ડો .વિપુલ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં રોગચાળો કંટ્રોલમાં છે લીકેજ મુદ્દે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામના સરપંચને પત્ર લખી તાકીદ કરવામાં આવી છે અને જેટલા પણ લીકેજ હોય તે તમામ બંધ કરવામાં પણ જણાવ્યું છે.