નાગપુરમાં દુકાનો અને બીજા પ્રતિષ્ઠાનો પર પ્રતિબંધો ફરી લગાવવામાં આવશે

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. શહેરમાં સતત બે દિવસોથી ડબલ આંકડાઓની સંખ્યામાં મળી રહેલા સંક્રમણના કેસોના કારણે તેમણે આ વાત કહી છે. કોરોના વાયરસ મહામારીની છેલ્લી બે લહેરોમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય હતું. બીજી લહેરમાંથી બહાર આવવા દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં તૈયારીઓની વાત કહી હતી. હાલમાં જ તેમણે ત્રીજી લહેરને લઈને પણ ચેતવણી જાહેર કરી હતી.
રાજ્ય કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સંકેત આપ્યા છે કે, સ્થાનિક પ્રશાસન જલદી જ સંક્રમણની ઝડપને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે. આ બેઠકમાં મહેસૂલ, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત ઘણા સરકારી વિભાગોના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી ઉપસ્થિત હતા. પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્ય કેબિનેટ મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, શહેરમાં ત્રીજી લહેર પોતાનો પગ પેસારો કરી ચુકી છે કેમ કે બે દિવસમાં ડબલ આંકડામાં સંક્રમણના કેસ જાેવા મળ્યા છે.
એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નીતિન રાઉતે કહ્યું કે, ઓથોરિટીઝ દ્વારા એકથી ત્રણ દિવસોમાં તારીખો પર ર્નિણય લીધા બાદ દુકાનો અને બીજા પ્રતિષ્ઠાનો પર પ્રતિબંધો ફરી લગાવવામાં આવશે. પ્રતિબંધો જરૂરી છે કેમ કે અમારા માટે પહેલું કર્તવ્ય લોકોનો જીવ બચાવવાનું છે. નીતિન રાઉતે રવિવારે ૧૦ અને સોમવારે ૧૩ નવા કેસોના સંદર્ભે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી.
દેશના અન્ય ભાગોની તુલનામાં ઑગસ્ટમાં વિદર્ભમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો જાેવા મળ્યો. અહીં મોટાભાગના દિવસોમાં ઘણા મોત નથી થયા. જિલ્લામાં કોરોના વાયરસને લઈને લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં સંપૂર્ણ રીતે ૧૭ ઑગસ્ટે ઢીલ આપવામાં આવી હતી.
નીતિન રાઉતે ભવિષ્યમાં લાગવવામાં આવનાર અન્ય પ્રતિબંધોની રૂપરેખા બાબતે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં ૭૮ સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેની સાથે જ જે રેસ્ટોરાં રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા તે હવે ૮ વાગ્યા સુધી અને જે દુકાનો ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તેને ૪ વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. એ સિવાય શનિવાર અને રવિવારે બજાર બંધ કરવું પડશે. જાેકે આ નિયમો અત્યારે લાગુ કરવામાં નહીં આવે પરંતુ, તેના પર જલદી જ અમલ થઈ શકે છે.
લગભગ ૧૦ દિવસ પહેલા નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાધાકૃષ્ણ બી. દ્વારા સંક્રમણના બધા નવા કેસો માટે અનિવાર્ય ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઇના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમ લાગુ કરનારું નાગપુર પહેલું શહેર હતું. સોમવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જાે સંભવિત ત્રીજી લહેરને લઈને જાહેર કરવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવશે તો રાજ્યએ ભારે કિંમત ચૂકવવી પડશે.HS