નાગરિકતા કાનૂનનો ફેંસલો ૧૦૦૦ ટકા સાચો છે : મોદી
ડુમકા: નાગરિકતા કાનૂનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગઇકાલ સુધી જે કામ પાકિસ્તાન કરી રહ્યું હતું તે આજે કોંગ્રેસ કરી રહી છે. દેશમાં અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે, જે રીતે દેશમાં આગ લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે, નાગરિકતા કાનૂન અંગેનો નિર્ણય ૧૦૦૦ ટકા સાચો છે અને દેશના હિતમાં છે.
ઝારખંડના ડુમકામાં આયોજિત ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તોફાન સર્જવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમની વાત ચાલતી નથી ત્યારે આગ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવે છે. આ આગ જે લોકો લાગવી રહ્યા છે તે લોકો કોણ છે તે તેમના વ†ોથી જાણી શકાય છે. દેશના કલ્યાણ કરવાની અથવા તો દેશના લોકોના હિતમાં નિર્ણય લેવાની કોંગ્રેસ પાસેથી કોઇ અપેક્ષા રાખી શકાય તેમ નથી.
પરિવાર અંગે જ નિર્ણય કરી રહ્યા છે. દુનિયાના આઠ દેશોમાં ભારતીય દૂતાવાસની બહાર વિદેશી કોંગ્રેસના પ્રદર્શન પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, લંડનમાં ભારતના દૂતાવાસ રહેલા છે. ૧૩૦ કરોડ દેશવાસીઓનું ભારતના લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે રામ જન્મભૂમિ અંગે નિર્ણય કરાયો ત્યારે પાકિસ્તાનના લોકોએ જઇને લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા.
કલમ ૩૭૦નો નિર્ણય થયો ત્યારે પાકિસ્તાનના લોકોએ હાઇકમિશનની સામે જઇને દેખાવો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસનું કામ પણ પાકિસ્તાન જેવું થઇ ગયું છે. પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસમાં છે અને કોંગ્રેસનું કામ પણ હવે આજ રહી ગયુ છે. જે કામ લંડનમાં પાકિસ્તાનના લોકો કરતા રહ્યા છે. પાકિસ્તાનના પૈસાથી કેટલાક વેચાઈ જતાં લોકો દ્વારા જે કામ કરવામાં આવતું હતું તે કામ હવે કોંગ્રેસના લોકો કરી રહ્યા છે.