નારાયણ સાંઈએ માતાની માંદગીનું ખોટુ સર્ટિફિકેટ રજૂ કર્યું
અમદાવાદ, બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંદગીનુ ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
ખોટા સર્ટિફિકેટ અંગે હાઇકોર્ટને જાણ થતાં સોલામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે.
જેલમાંથી જામીન મેળવવા નારાયણ સાઈએ માતાની માંદગીનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. રજૂ કરેલ સર્ટિફિકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો.
ભરૂચ એસપીએ સર્ટિફિકેટ ચેક કરતા તેમાં કેટલાક સુધારા વધારા કર્યા હતા. જેથી સર્ટિફિકેટ અસલના હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે ભરૂચ એસપીએ હાઇકોર્ટમાં રિપોર્ટ કર્યો હતો.
હાઇકોર્ટ દ્વારા આ મામલે ડેપ્યુટી રજીસ્ટારને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SSS