Western Times News

Gujarati News

નારોલમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ

 

કાર્ગો કંપનીના મેનેજર ડ્રાઈવર સહિત ૬ ઝડપાયા : અઢી લાખના દારૂ સહિત બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં બુટલેગરો બેફામ-રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે. વર્ષે દહાડે કરોડો અબજા રૂપિયાના દારૂની હેરોફેરી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જેને ડામવા માટે ગત વર્ષે રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાઓને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. અને તમામ એજન્સીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં શખ્સો વિરૂધ્ધ સઘન કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ તંત્રએ કેટલાંય બુટલેગરોને ઝડપીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તેમ છતાં બુટલેગરોને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો ન હોય એ રીતે બુટલેગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા અન્ય સરહદોમાંથી રાજ્યની અંદર સુધી વિદેશી દારૂના મોટા જથ્થા ઘુસાડવામાં સફળ રહે છે. જા કે સ્થાનિક પોલીસ તથા અન્ય એજન્સીઓની સક્રિયતાને કારણે દારૂનો જથ્થો ગ્રાહકો સુધી પહોંચ એ પહેલાં જ ઝડપાઈ રહ્યો છે. આથી જ કાર્યવાહી દરમ્યાન નારોલ પોલીસે ગત સાંજે ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના વ્યવસ્થિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પરપ્રાંતથી આવેલી એક ગાડીમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીને આધારે નારોલ પોલીસે વાચ ગોઠવીને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, બુટલેગર, સહિત સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લીધા છે.

શહેરના પ્રવેશ દ્વાર સમા ગણાતા નારોલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ખુબ જ મોટો ધંધો ચાલી રહ્યો છે. બહાર ગામથી આવતી ટ્રકોની તપાસ દરમ્યાન કેટલીય વાર પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો, હથિયારો અને અન્ય નશીલા પદાર્થો મળી આવે છે. રાજ્યના વડાના આદેશ બાદ પોલીસે પરપ્રાંતથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પોલીસની ટીમો પણ પેટ્રોલીંગ કરી રહી છે.

ગત સાંજે આવી જ એક ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને રાજસ્થાનથી આઈશર ગાડી આવતી હોવાની બાતમી મળી હતી. જેને પગલે નારોલ પોલીસ પેટ્રોલીંગ પાર્ટી વાચમાં ગોઠવાઈ હતી.  દરમ્યાનમાં સાંજે સાત વાગ્યાના અરસામાં પોલીસને બાતમી મુજબની ગાડી દેખાતા પોલીસે તેને કોર્ડન કરી હતી. અને તપાસક રતા ગણપતિ કાર્ગો મુવર્સના મથી મોટા પ્રમાણમાં કંતાનના પાર્સલોમાં કાપડ તથા વાંસની ભારીઓ ભરેલી જાવા મળી હતી. જા કે સઘન તપાસમાં આ માલની નીચેથી કેટલાંક બોક્ષો પણ મળી આવ્યા હતા.

જેમાંથી રૂપિયા અઢી લાખથી વધુની કિંમતના વિદેશી દારૂની પ૦૦ થી વધુ બોટલો મળી આવી હતી. જેના પગલો પોલીસે તુરંત ગણપતિ કાર્ગો મુવર્સના મેનેજર તથા આઈશર ગાડીના ચાલક , કિલનર અને અન્ય એક ટેમ્પોના ડ્રાઈવરને ગણતરીના સમયમાં જ ઝડપી લીધા હતા.

વિદેશી દારૂ સહિતના મુદ્દામાલની કુલ કિંમત રૂ.સાડા બાવીસ લાખ જેટલી થવા જાય છે. રાજસ્થાનથી આવેલી ગાડીઓમાં દારૂનો જથ્થો ભરી આવનાર વિષ્ણુદેવ નવારામ પ્રજાપતિ તથા સુરેશ છનારામ (બંન્ને રહે.બાલોગા) ની વિરૂધ્ધ પણ ફરીયાદ નોંધવામાં આવી હતી. અને બંન્નેને ઝડપી લેવા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ગણેશ કાર્ગોના મેનેજર ડ્રાઈવર તથા અન્ય શખ્સો ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને શહેરમાં વેચાણ કરતાં હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ બધા શખ્સોના રીમાન્ડ મેળવી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.