નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેના લક્ષ્ય પર પહોચ્યું: પૃથ્વીથી ૧ મિલિયન માઈલ દૂર છે
નવીદિલ્હી, યુએસ સ્પેસ એજન્સી નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લગભગ એક મહિના બાદ સોમવારે ગંતવ્ય સ્થાન પર પહોંચ્યું. અહીંથી તે આપણા બ્રહ્માંડને જાેઈ શકશે. તેને એક મહિના પહેલા ૨૫ ડિસેમ્બરે ફ્રેન્ચ ગુઆના સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને શક્તિશાળી છિૈટ્ઠહી-૫ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપએ પોતાના બ્લોગ રિપોર્ટમાં આ માહિતી આપી છે.
આટલી લાંબી મુસાફરી પછી, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હવે ત્યાં પહોંચી ગયું છે, તેને બીજા લેગ્રેન્જ પોઈન્ટ અથવા એલ૨) તરીકે ઓળખવામાં આવે છે. તે અવકાશમાં એવી જગ્યા છે જ્યાં મોકલવામાં આવેલ પદાર્થ રહે છે. લેગ્રેન્જ પોઈન્ટ પર, બે મોટા સમૂહ એક નાની વસ્તુને પોતાની તરફ ખેંચવા માટે સમાન બળનો ઉપયોગ કરે છે. અવકાશમાં આ જગ્યાનો ઉપયોગ અવકાશયાનના બળતણ વપરાશને ઘટાડવા માટે થાય છે.
જેમ્સ વેબને હબલ ટેલિસ્કોપના અનુગામી માનવામાં આવે છે.આના દ્વારા ૧૩ અબજ પ્રકાશવર્ષ દૂર સુધી જાેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપ દ્વારા બ્રહ્માંડનું રહસ્ય દૂર કરવામાં આવશે. જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વી અને ચંદ્રથી દૂર સ્થિત છે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ એ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. તેમાં સોનેરી અરીસો છે, જેની પહોળાઈ લગભગ ૨૧.૩૨ ફૂટ છે. આ અરીસો બેરિલિયમના બનેલા ૧૮ ષટ્કોણ ટુકડાઓને જાેડીને બનાવવામાં આવે છે. દરેક ટુકડા પર ૪૮.૨ ગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવે છે, જેથી તે રિફ્લેક્ટર તરીકે કામ કરે.HS