નિર્મલા સીતારમને GIFT-IFSC ખાતે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જમાં INR – USDના ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટનો આરંભ કરાવ્યો
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને આજે ગાંધીનગરમાં આવેલા GIFT આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર ખાતે બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ એટલે કે BSEના ઇન્ડિયા INX અને NSEના NSE-IFSC પર INR-USDના ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટ્સનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરંભ કરાવ્યો છે.
છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ભારત સંબંધિત નાણાકીય સેવાઓમાં નોંધપાત્ર બજાર હિસ્સો આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં ખસી ગયો છે. આ વ્યવસાયને ભારતમાં પાછો લાવવાથી સ્પષ્ટપણે આર્થિક પ્રવૃત્તિઓ અને ભારતમાં રોજગારીની વૃદ્ધિના સંદર્ભમાં લાભ થઇ શકે છે. GIFT-IFSCમાં એક્સચેન્જો ખાતે INR-USD કોન્ટ્રાક્ટ્સની શરૂઆત એ આ દિશામાં એક પગલું છે. આ GIFT IFSC ખાતેથી તમામ વૈશ્વિસ સહભાગીઓ માટે તમામ ટાઇમ ઝોનમાં 22 કલાક ઉપલબ્ધ રહેશે.
GIFT IFSC ખાતે વિશ્વકક્ષાના વ્યાપારી માહોલ અને સ્પર્ધાત્મક કરવેરાની સિસ્ટમને ધ્યાનમાં રાખતા, INR-USD કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડિંગથી ભારતમાં વધુ વોલ્યૂમ આવવાની અપેક્ષા છે. આનાથી IFSC દ્વારા ભારતામં મોટી વૈશ્વિક સહભાગીતા આવશે અને ભારતના IFSCને વિશ્વ સાથે જોડશે.