પાકિસ્તાનમાં ૨૩૦૦ વર્ષ જૂનો દુર્લભ ખજાનો અને બૌદ્ધ મંદિર મળ્યા!

પેશાવર, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભગવાન બુદ્ધનું ૨,૩૦૦ વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. મંદિર મળવાની સાથે સૌથી ચોંકાવનારી વાત એ છે કે મંદિરની સાથે એક દુર્લભ ખજાનો પણ મળી આવ્યો છે.
આ સિવાય પુરાતત્વવિદોની ટીમને ઘણી દુર્લભ અને અમૂલ્ય કલાકૃતિઓ શોધવામાં પણ સફળતા મળી છે. ૨૩૦૦ વર્ષ જૂની બૌદ્ધ પ્રતિમા મળી પાકિસ્તાનના પેશાવરમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને ૨૩૦૦ વર્ષ જૂનું ભગવાન બુદ્ધનું સૌથી પ્રાચીન મંદિર શોધવામાં સફળતા મળી છે.
અહેવાલ અનુસાર ઈટાલિયન પુરાતત્વવિદોની એક ટીમે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ૨,૩૦૦ વર્ષ જૂના બૌદ્ધ સમયના એપ્સિડલ મંદિર અને કેટલીક અન્ય અમૂલ્ય કલાકૃતિઓની શોધ કરી છે. આ ખોદકામ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત જિલ્લાના બરીકોટ તહસીલના બાજીરામાં કરવામાં આવી રહ્યું છે અને અહીં ખોદકામ દરમિયાન પાકિસ્તાનમાં શોધાયેલ સૌથી જૂનું ભગવાન બુદ્ધ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વવિદોએ આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.
તક્ષશિલા કરતાં પણ જૂની શોધ ખોદકામ અંગે ઇટાલિયન પુરાતત્વવિદોએ જણાવ્યું કે, એક ઐતિહાસિક સ્થળ પર સંયુક્ત ખોદકામ દરમિયાન પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ૨,૩૦૦ વર્ષ જૂનું બૌદ્ધ સમયનું એપ્સિડલ મંદિર શોધી કાઢ્યું છે, આ ઉપરાંત અન્ય મૂલ્યવાન કલાકૃતિઓ પણ મેળવી છે. સ્વાતમાં શોધાયેલ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં જૂનું છે. જેમાં પ્રાચીન સિક્કાઓ, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મેનેન્ડર સમયની ખરોષ્ઠી ભાષાના લખાણોનો સમાવેશ થાય છે.
સ્વાત તક્ષશિલા કરતાં પણ પ્રાચીન પાકિસ્તાનમાં ઇટાલિયન પુરાતત્વીય મિશનના વડા ડૉ. લુકા મારિયા ઓલિવરીએ જણાવ્યું કે, બૌદ્ધ કાળના ખૂબ જ પ્રાચીન મંદિરની શોધથી સાબિત થયું છે કે સ્વાત તક્ષશિલા કરતાં પણ સૌથી જૂના પુરાતત્વીય અવશેષોનું ઘર છે.
ઇટાલિયન નિષ્ણાતોએ સ્વાત જિલ્લાના ઐતિહાસિક બઝિરા શહેરમાં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળોની પુનઃપ્રાપ્તિ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ડો.અબ્દુસ સમદે જણાવ્યું કે, બારીકોટ સ્વાતનું બાઝીરા શહેર તક્ષશિલાના અવશેષો કરતાં જૂનું છે.HS