પેટ્રોલ-ડીઝલના ભાવમાં માર્ચ મહિનામાં રૂા.૧૦નો વધારો થવાની સંભાવના
રશિયા- યુક્રેન વચ્ચે યુધ્ધ લંબાયુ તો
(પ્રતિનિધિ) અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહયુ છે જેને કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર આગામી ટુંક સમયમાં જ તેની અસરો જાેવા મળશે. ભારત પણ તેનાથી બાકાત રહેશે નહી રશિયામાંથી ૪૦ ટકા જેટલુ પેટ્રોલિયમ પેદાશ યુરોપમાં જાય છે તેને કારણે યુરોપમાં તેની વ્યાપક અસર વર્તાશે.
બીજી તરફ પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં આંતરરાષ્ટ્રીયસ્તરે બેરલદીઠ વધારો થવાને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે તેવી પુરેપુરી સંભાવના રહેલી છે.
આ સંદર્ભમાં મળતી માહિતી પ્રમાણે ભારતમાં આગામી દિવસોમાં એટલે કે માર્ચ મહિનામાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂ.૧૦ થી ૧રનો વધારો થવાની શકયતાઓ બજારમાં વ્યકત થઈ રહી છે યુધ્ધ હજુ લાંબુ ચાલ્યુ તો પેટ્રોલ-ડીઝલના ભાવ તમારા ખિસ્સા ખાલી કરી દેશે તેવુ લાગી રહયુ છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારીનો બોમ્બ ફોડશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કર્યો છે યુક્રેન સાથેનું યુધ્ધ કેટલુ લાંબુ ચાલશે તેની કોઈને ખબર નથી. નાટો દેશો યુક્રેનને સંપૂર્ણ લશ્કરી સહાય કરી રહયા છે. જાેકે યુધ્ધમાં તેમના સૈનિકો મોકલી રહયા નથી. પરંતુ શસ્ત્ર-સરંજામ પુરો પાડી રહયા છે યુધ્ધ રોકવા સમાધાનના પ્રયાસો થાય છે તેમાં કેટલી સફળતા મળશે તેનો કોઈને અંદાજ નથી પરંતુ ક્રુડ ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીયસ્તરે થયેલ વધારો પેટ્રોલ-ડીઝલના ભાવ સળગાવશે તે નકકી છે.