પેથાપુરથી રૂપાલ સુધીનો માર્ગ પહોળો થશે
રૂપાલ સ્થિત વરદાયની માતાના મંદિર તરફ જવા માટે દર્શનાર્થીઓને સાનુકૂળતા રહશે.
પેથાપુર -રાંધેજા રૂપાલ અને નારદીપુરને જોડતા ૧૪ કિમિના માર્ગને ૭ મીટરમાંથી ૧૦ મીટર પહોળા કરવા માટે ટ્રેકમાં કામ હાથ ધરાશે . આ કામગીરીને અનુલક્ષીને અંદાજિત રૂ.૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે . આ માર્ગને વાઇટલિંગ કરવાનું કામ પૂર્ણ થયા બાદ રૂપાલ સ્થિત વરદાયની મંદિર તરફ જતા ટ્રાફિકને સલામત રોડ નેટવર્ક ઉપલ્ભધ થશે .
પેથાપુર-રાંધેજા-રૂપાલ તરફના આ માર્ગને ફોરલેન કરવા સ્થાનિક ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે જો કે આ રસ્તાને ફોરલેન બનવવા હાલ યોજના નથી . પરંતુ આ માર્ગના વાઈટનિંગનું ટૂંકમાં કામ હાથ ધરાશે. જે અનવ્યે પેથાપુર- રાંધેજા- રૂપાલ- નારદીપુર તરફ જતા ૧૪ કિમિના માર્ગને ૭ મીટરમાંથી ૧૦ મીટર પહોળા કરવાનું કામ હાથ ધરાશે. આ માર્ગના વાઈટનિંગ પાછળ અંદાજિત રૂ . ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે .
આ કાર્યયોજનાને અનુલક્ષીને હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જયારે આગામી દોઢ મહિનામાં માર્ગને પહોળા કરવાનું કામ હાથ ધરાશે. ૧૪ કિમિ ના આમાર્ગના વાઈડનીંગ નું કામ પૂર્ણ થયા બાદ આ રૂટનું રોડ નેટવર્ક વધુ સલામત બનશે. ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે .
આ ઉપરાંત રૂપાલ સ્થિત વરદાયની માતાના મંદિર તરફ જવા માટે દર્શનાર્થીઓને સાનુકૂળતા રહશે. છેલ્લા ઘણા સમયથી આસપાસ ના ગ્રામજનો દ્વારા આ માર્ગને ફોરલેન કરવા માટે પ્રબળ માંગ ઉઠવા પામી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ હાલ આ કામગીરી અનુલક્ષીને અંદાજિત ૧૫ કરોડના ખર્ચને મજૂરી આપવામાં આવી છે. જયારે હાલ આ માર્ગને વધુ ૩ મીટર પહોળો કરવાનું કામ હાથ ધરાશે .