પ્રજ્વલ રેવન્ના પરિવારની મુશ્કેલી વધી, યુવકે માતાના અપહરણનો મુક્યો આરોપ

પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો હતો
એક યુવકે મૈસૂરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું છે
મૈસૂર, સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાના પરિવારની મુસીબતો પણ વધી રહી છે. એક યુવકે મૈસૂરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું છે. આરોપ છે કે પ્રજ્વલ રેવન્નાની માતાના કહેવા પર તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકની માતા પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણીનો શિકાર બની હતી. બીજી તરફ સેક્સ સ્કેન્ડલ કેસમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (૬૭ વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (૩૩ વર્ષ)ની મુશ્કેલીઓ વધી રહી છે.
કેસમાં, ફરિયાદીએ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી ૧૬૪ હેઠળ તેમનું નિવેદન નોંધ્યું છે. તેણીનું નિવેદન નોંધનાર બીજી ફરિયાદી છે.એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે તેમની નોકરાણી (ઘરેલુ મદદ)ની ફરિયાદ પર જાતીય શોષણના આરોપસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એ કેસની તપાસના સંબંધમાં બંને આરોપીઓને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
ગુરુવારે, યૌન શોષણના આરોપી એચડી રેવન્નાએ બેંગલુરુ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ગુરુવારે, તેમને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એચડી રેવન્નાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયા વિના આગોતરા જામીન માટે અરજી કરી હતી.પ્રજ્વલ રેવન્ના ૨૭ એપ્રિલે બેંગલુરુથી જર્મનીના ળેન્કફર્ટ શહેર ભાગી ગયો હતો. હાસન જિલ્લાના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે ૨૮ એપ્રિલે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રજ્વલના કથિત જાતીય શોષણનો વીડિયો ૨૪ એપ્રિલથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ss1