ફાયર એનઓસી વેલીડીટી દરખાસ્ત અંગે ફેરવિચારણા કરવા કોંગ્રેસ પક્ષની માંગ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની તા.૧૭ માર્ચનાં રોજ મળનારી બેઠકમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટની મુદ્દત વધારવા તેમજ તેનો ચાર્જ તે મુજબ વસુલવા મંજુરી મંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કરી દરખાસ્ત મુદ્દે પુનઃ ફેર વિચારણા કરવાની માંગણી કરી છે.
મ્યુનિ. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યુ હતુ કે સ્ટેન્ડીંગ કમીટીમાં ગુજરાત ફાયર સેફ્ટી એક્ટ સુધારા અધિનિયમ ૨૦૨૧ હેઠળ અમદાવાદ શહેરમાં આવેલા કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસીડેન્સ, રેસીડેન્સ તેમજ ગર્વમેન્ટ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં નવા ફાયર સેફ્ટી સર્ટીફિકેટની વેલીડીટી ૩ વર્ષ અને રીન્યુઅલની વેલીડીટી ૨ વર્ષની ગણી અને એ મુજબનો ચાર્જ વસુલ કરવાની મંજુરી કમીટીમાં માંગવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ૭૦૦૦ થી વધુ રેસીડેન્સીયલ, કોમર્શીયલ હેતુથી વપરાશમાં લેવાતા બિલ્ડીંગો આવેલાં છે. વિપક્ષ કોંગ્રેસ તરફથી અમારી માંગણી છે કે અગાઉ ફાયર એનઓસી કે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ દર વર્ષ ફરજીયાતદ લેવાતા હતા અને રીન્યુ કરવાના હતા જાે સ્ટેન્ડીંગ કમીટીમાં આ કામ મંજુર કરશો તો આગ, અકસ્માત કે અય હોનારત ન બને તે માટે દર વર્ષે ફાયર બ્રિગેડ તરફથી કરવામાં આવતા રહેણાંક કે કોમર્શીયલ બિલ્ડીંગોમાં ઈન્સ્પેક્શન થઈ શકશે નહીં.
ઉપરાંત કયા બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો બરાબર કામ કરે છે કે નહીં તેની પણ વેલીડીટી વધારવાના કારણે તપાસ થઈ શકશે નહીં. નોંધપાત્ર બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત બિલ્ડીંગો જેવા કે દવાખાના, હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હોલ, કાંકરીયા, લેકફ્રન્ટ, મેટ મેડીકલ કોલેજ, હોસ્ટેલો સહિતના એકમો માટે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ ફાયર એનઓસી ઈન્સ્પેક્શન ચાર્જ અને એનઓસી ચાર્જની મુક્તિ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ શાસક પક્ષ તરફથી જે દરખાસ્ત કરવામાં આવી છે