ફાયર સેફટી વિના ધમધમતી ફેશન સ્ટ્રીટ સામે આકરા પગલાં લેવામાં તંત્ર ‘લાચાર’
ગોતા અને કર્ણાવતી કલબ સામેની ફેશન સ્ટ્રીટમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટતા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને આંખ આડા કાન કરી રહ્યુ છે
(એજન્સી) અમદાવાદ,લાલ દરવાજાને અમદાવાદની સૌથી મોટી ફેશન સ્ટ્રેીટનું હબ ગણવામાં આવે છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કપડાં તેમજ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે જાય છે. લાલ દરવાજા બાદ શહેરની કેટલીક જગ્યાઓ પર પણ ફેશન સ્ટ્રીટ બની ગયા છે. જે લોકો માટેે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. એસ જી હાઈવે પર આવેલી Karnavati Clubની સામે તેમજ Gota પાસે પણ ખુબ જ મોટા પ્રમાણમાં ફેશન સ્ટ્રીટ બન્યા છે. જેમાં Fire Safety નો સંપૂર્ણ અભાવ જાેવા મળતા આગામી દિવસોમાં મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. તંત્રને અંધારામાં રાખીને કેટલાંક લોકોએ ફેશન સ્ટ્રીટ શરું કરી દીધી છે. જેમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જાેવા મળેી રહ્યો છે.
શહેરના તમામ બિલ્ડીંગ તેમજ કોમર્શિયલ જગ્યા પર ફાયર સેફટી જરૂરી હોય છે જાે કોઈ પણ જગ્યા પર ફાયર સેફટી ન હોય તો તંત્ર લાલ આંખ કરીને કાર્યવાહી કરતું હો છે. શહેરના ગોતા ખાતે આવેલા નહેરૂનગર અને લાલ દરવાજા પાથરણા બજાર તેમજ કર્ણાવતી ખાતે આવેલા પાથરણા બજારમાં ફાયર સેફટીનો સદતર અભાવ જાેવા મળતા તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. વૈષ્ણોદેવીથી ગોતા આવવાના રોડ પર નહેરૂનગર અને લાલ દરવાજા પાથરણા બજાર આવેલુ છે. જેમાં અંદાજીત ૪૦૦ કરતા વધુ નાના મોટા ફેશનના સ્ટોલ છે. આ સિવાય કર્ણાવતી કલબ સામે પણ ફેશન સ્ટ્રીટ છે. જેમાં પ૦ થી વધુ સ્ટોલ આવેલા છે.
ફેશન સ્ટ્રીટમાં નિયમ મુજબ ફાયર સેફટી હોવી જરૂરી છે. પરંતુ ગોતા અને કર્ણાવતી કલબ સામે આવેલા ફેશન સ્ટ્રીટમાં ફાયર સેફટી નથી. આ મામલે ચીફ ફાયર ઓફિસર જયેશ દડીયાએ જણાવ્યુ હતુ કે ફેશન સ્ટ્રીટમાં કોઈ ફાયર સેફટી નથી. જેથી જાે કોઈ ફરીયાદ આપશે તો એસ્ટેટ વિભાગને જાણ કરીનેે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગોતા ફેશન સ્ટ્રીટમાં રોજ દસ હજાર કરતા વધારે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે.
ફેશન સ્ટ્રીટમાં સ્ટોલદીઠ સાત હજારથી લઈ રપ હજાર સુધીનું ભાડુ મ્યુનિસિપલ કોર્પોેરેશન, પોલીસ તેમજ સરકારી કચેરીઓની પરમિશન લીધા વગર ફેશન સ્ટ્રીટ માર્કેટ ખોલી દેવામાં આવી હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.ગોતામાં આવેલા ફેશન સ્ટ્રીટમાં અંદાજીત ૪૦૦થી વધુ નાના-મોટા સ્ટોલો આવેલા છે. આ સિવાય સ્ટ્રીટ બહાર પણ કેટલાંક લોકો રોડ પર ધંધો કરી રહ્યા છે. તમામ સ્ટોલદીઠ સાત હજારથી લઈને રપ હજાર રૂપિયા સુધીનું ભાડુ વસુલ કરવામાં આવે છે.
આ સિવાય રોડ ઉપર વેચવા બેઠેલા લોકો પાસેથી પણ આ ભાડુ વસુલ કરવામાં આવે છે. જાે કોઈને ફૂડ સ્ટોલ કરવો હોય તો પણ ભાડુ વસુલાય છે. અંદાજીત ૪૦ લાખ રૂપિયાથી વધુ ભાડુ ધંધો કરતા લોકો પાસેથી વસુલવામાં આવી રહ્યુ છે. આ સાથે દર વર્ષે એક હજાર રૂપિયા ભાડુ પણ વસુલયા છે. તો બીજી તરફ લાઈટબીલ અને ટેક્ષબિલ પણ અલગ હોય છે. તો આ બધા પૈૈસા કોના કહેવાથી વસુલાય રહ્યા છે એ એક મોટો પ્રશ્ન છે.બજાર સીલ થશે એમ કહીને સ્ટોલના માલિકો પાસેથી ૪પ૦૦ રૂપિયા ઉઘરાવાયા ગોતાની જે જમીન પર ફેશન સ્ટ્રીટ બન્યુ છે તેના માલિકને અંદાજીત ર૯ લાખ રૂપિયા ટેક્ષ ભરવાનો બાકી હતો.
જેથી પાથરણા બજાર ચાલુ કરનાર લોકોએ સ્ટોલના માલિકો પાસેથી ટેક્ષ ઉઘરાવવાનું નક્કી કર્યુ હતુ. સ્ટોલદીઠ કુલ રૂા.૪પ૦૦ ટેક્ષ ઉઘરાવ્યો હતો. જેની કોઈ પહોંચ હજુ સુધી સ્ટોલના માલિકોને મળી નથી. આખું બજાર સીલ થશે એમ કહીનેે ૪પ૦૦ રૂપિયા ઉઘરાવાયા હતા. ફેશન સ્ટ્રીટના કારણે પોલીસને પણ ‘લીલાલહેર’ ફેશન સ્ટ્રીટના કારણેે પોલીસને પણ લીલાલહેર હોય એમ લાગી રહ્યુ છે. કારણ કે સ્થાનિક પોલીસની મીલીભગત પણ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. ફેશન સ્ટ્રીટના કારણે ગોતામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે., જ્યારે વાહનચાલકો જ્યાં ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને જતા રહેતા હોય છે. સ્થાનિક પોલીસ સમી સાંજે આવીને વાહનચાલકોને મદદ કરે છે. બજારને ચાલુ કરનાર વ્યક્તિ પોલીસને ‘ભરણ’ આપવાના બહાને સ્ટોલદીઠ એક હજાર રૂપિયા લેતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.