બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમને પરિવાર સાથે મિલન કરાવવામાં 104મી સફળતા મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/01-10-scaled.jpg)
છત્તીસગઢ ની શબાના(રાજકુમારી) દોઢ વર્ષ પહેલાં રાજનગાવ જિલ્લાના ડોગરગઠ ગામથી ગુમ થયેલ હતા. માનસિક વિકલાંગ બહેન હિંમતનગર થી 181 મહિલા અભયમ દ્વારા જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત મંદ બુદ્ધિના (દિવ્યાંગ) બહેનો ના આશ્રમમા 29/12/2019 ના રોજ લાવવામાં આવ્યા હતા. આશ્રમ માં હાલ 140 બહેનો આશ્રય લયી રહ્યા છે.
આશ્રમ ના પ્રમુખ અશોકભાઇ જૈન ,ટ્રસ્ટીઓ ,દર્શન પંચાલ અને સેવા સાથી સ્ટાફ ના લાગણી ભર્યા વ્યવહાર,પ્રેમ ,હૂંફ તથા ડો.પ્રણવ શેલાત સાહેબ ની મેડિકલ ટ્રીટમેન્ટ થી શબાનાબહેન (રાજકુમારી) ની માનસિક સ્થિતિ માં સુધારો આવતા પોતાના ઘર નું સરનામું યાદ આવતા પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળતા મળી ,અને પરિવાર માં ખુશી નો માહોલ સર્જાયો.તેમના ભાઈ વિજય લેવા માટે 12/7/2020 ના રોજ આશ્રમ આવ્યા.ભાઈ દોઢ વર્ષ થી દૂર થયેલ બહેન ને જોઈ ગદ- ગદિત થયી ગયો હતો.અને આશ્રમ ની પ્રવૃત્તિને ખૂબ બિરદાવી હતી.
જય અંબે મંદબુદ્ધિ આશ્રમ સંચાલિત પ્રમુખશ્રી અશોકભાઈ જૈન જણાવે છે કે કોઈપણ જગ્યાએ આવી કોઈ દિવ્યાંગ મંદબુદ્ધિ મહિલા કોઈપણ જગ્યાએ દેખાય તો ૧૮૧ મહિલા અભયમ દ્વારા તુરંત જાણ કરવી જેથી આશ્રમ નો સંપર્ક કરી શકાય અને તે મંદબુદ્ધિ દિવ્યાંગ બહેનને યોગ્ય મેડીકલ ટ્રીટમેન્ટ આપી તેમના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવાયો.