Western Times News

Gujarati News

માલપુર બજારના વેપારીઓએ દુકાન ખુલ્લી રાખવાનો સમય ૨ વાગ્યા સુધીનો કર્યો  

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે વેપારીઓ વધુ ઘરાકી મેળવવાના બદલે સલામતી જાળવવા પ્રયત્ન કરી રહ્યા છે. દુકાન પર ઘરાકોની ભીડ જામતી જોઈને ખુશ થવાના બદલે વેપારીઓ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોઈને ગભરાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝેટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે જીલ્લામાં હાલ દરરોજ ૩ થી ૭ કેસ નોંધાઈ રહ્યા છે જીલ્લામાં કોરોના મુક્ત રહેલા માલપુર નગર અને તાલુકામાં કોરોનાના સંક્રમણને ખાળવાં વેપારીઓએ સ્વયભૂ બપોરે બે વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા સામુહિક નિર્ણય લીધો છે બપોરે બે વાગ્યા પછી માલપુર નગરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લી જિલ્લા માં કોરોના નો કહેર વધી રહ્યો છે જિલ્લા માં હાલ દરરોજ સરેરાશ ૩ થી ૭ કોરોના પોઝેટીવ કેસ વધતા જાય છે અનલોક – 2 પછી જિલ્લા ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે હાલ જિલ્લા માં કોરોના ના ૨૭૧ કેસ છે જે એક મહિના માં ડબલ થવા પામ્યા છે તેની સરખામણી એ મોત ની સંખ્યા ૩૩ પર પહોંચી ચુકી છે જે કેસ ની સરખામણી એ ખૂબ જ ચિંતાજનક છે.

ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ ના ફેલાય તે માટે કોઈજ તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વેઓરીઓ એ અને જનતા એ સ્વયં બજારો નિયત સમય સુધી બંધ રાખવા નો નિર્ણય કર્યો છે જિલ્લા ના તમામ તાલુકા માં કોરોના ના કેસો આવ્યા છે એક માત્ર માલપુર તાલુકો એવો છે કે હાલ એક પણ કેસ કોરોના પોઝિટિવ નથી ત્યારે આગામી સમય માં કોરોના નો કહેર માલપુર માં ના ફેંલાય તે માટે અને બહાર ના લોકો નું સંક્રમણ ના ફેલાય તે માટે સોમવાર થી માલપુર ના બજારો સવારે 8 થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા નો સ્વયંભૂ નિર્ણય કરવા માં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.