Western Times News

Gujarati News

વાડજ PSI વિરુદ્ધ બિભત્સ માંગણીની મહિલાની ફરીયાદ

વાડજ પોલીસ સ્ટેશનના બીજા પીએસઆઈએ સમગ્ર ઘટના દબાવાનો પ્રયાસ કરતા ચકચાર

અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં રાત્રે કફર્યું દરમિયાન નીકળેલી એક કાર રોકીને તેની સામે પગલા લેવાનો વિચાર વકરતા સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર રાઠવાની તત્કાલ બદલી કરવામાં આવી હતી આ ઘટના બહાર આવતાં જ ઘણા સવાલો ઉભા થયા હતા અને હજુ સુધી આ મુદ્દો લોકોજીભે ચર્ચાઈ રહ્યો છે પીઆઈની બદલી થવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ વાડજ વિસ્તારમાં જ રહેતી મહીલાએ બે પીએસઆઈ વિરુદ્ધ હોટલમાં બોલાવીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આક્ષેપો મૂક્તા ખળભળાટ મચ્યો છે અને ગત રાત્રેથી જ સમગ્ર પોલીસ બેડામાં ચોતરફ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

ગત વર્ષે મહીલાનો પતિ ગુમ થઈ જતા તેણે ફરીયાદ નોધાવી હતી જેનો જવાબ લખવાના બહાને બંને પીએસઆઈએ મહીલાને બોલાવ્યા બાદ કાયદા વિરુદ્ધ તેને હોટલના રૂમમાં લઈ ગયા હતા. જ્યાં તે મહીલા કંઈ સમજે એ પહેલા જ કાયદાના રક્ષકો જ વાસનાને વશ થઈને તેની ઉપર તુટી પડ્યા હતા અને તેની લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતા.ે જાે કે મહીલાએ બંનેનો પ્રતિકાર કર્યો હતો અને વશ થવાને હિંમતથી લડત આપતાં બંને પીએસઆઈ એ પોલીસ ફરીયાદ કરી તો પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની વાત સામે આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ભુમિબેન (કાલ્પનિક નામ) નામની મહીલા પોતાના પરીવાર સાથે નવા વાડજ વિસ્તારમાં રહે છે અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગયા વર્ષે ભુમિબેનના પતિ અચાનક ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. જેમની ઘણાં શોધખોળ કરવા છતા તે મળી ન આવતાં છેવટે ભુમિબેન વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોધાવા પહોચ્યા હતા.

પોલીસે તે સમયે તેમની ફરીયાદ લીધી હતી અને ભુમિબેન પોતાને ઘરે પરત ફર્યા હતા થોડા દિવસ બાદ વાડજ પોલીસ સ્ટેશનને પીએસઆઈ મિશ્રાએ તેમને ફોન કરીને જવાબ લખાવા માટે બોલાવ્યા હતા અને મળવા માટે મેસેજ કર્યા હતા ઉપરાંત ભુમિબેનને મળવા માટે કાયદાની વિરુદ્ધ એકાંતમાં મળવુ છે તેમ કહીને જૂના વાડજ આશ્રમ રોડ ઉપર આવેલી એપલ વૂડ હોટલના એક રૂમમાં લઈ ગયા હતા.

જ્યા શરૂમાં તેમની સાથે આડીઅવડી વાર્તો કર્યા બાદ પીએસઆઈ મિશ્રાએ ભૂમિબેન સમક્ષ બિભત્સ માગણી કરી હતી. પતિના ગુમ થયા દુઃખમાં ભૂમિબેન સમક્ષ પોલીસે આવી વાત કરતા તે ચોકી ગયા હતા દરમિયાન પીએસઆઈ તેમની સાથે જબરદસ્તી કરવા લાગતા ભુમિબેન ડઘાઈ ગયા હતા જાે કે તેમને હિમત કરીને સામનો કર્યો હતો અને બળજબરીને વશ થયા ન હતા.

જેના પગલે પીએસઆઈ મિશ્રા ઉશ્કેરાઈ ગયા હતા અને હોટલમાંથી બહાર જઈ રહ્યા હતા ભુમિબેનને આ ઘટના અંગે ફરીયાદ કરી તો તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પુત્રને મારી નાખવાની વાત આવતા ભુમિબેન ડરી ગયા હતા અને ચૂપચાપ ઘરે જતા રહ્યા હતા. આ ઘટના ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બની હતી. થોડા દિવસ બાદ તેમને હિમત એકઠી કરીને આ બનાવ અંગે કમીશ્નર ઓફીસમાં જાણ કરી હતી.

ત્યારબાદ આની તપાસ વાડજ પોલીસ સ્ટેશના જ અન્ય પીએસઆઈ પરમાર સમક્ષ આવી હતી. પીએસઆઈ પરમારે વારંવાર મહિલાને ફોન કર્યા હતા અને પોલીસ ચોકી ઉપર બોલાવ્યા હતા. પરંતુ ભુમિબેનને જાે પોતાની ફરીયાદ લેવાય તો જ આવવાનું કહ્યુ હતુ. જેથી પીએસઆઈ પરમારે તેમને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને કહ્યુ હતુ કે જાે ડીસીપીઓફિસથી ફોન આવે તો આ ઘટના અંગે મારે કઈક કરવુ નથી તેવુ કહેજાે.

આ ઘટના બાદ સોમવારે સાજે ભુમિબેન વાડજ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને પીએસઆઈ મિશ્રા વિરુદ્ધ જબરદસ્તી કરવા તથા પીએસઆઈ પરમાર સામે તેમને ુગુનેગારને છાવરવાના આક્ષેપો કરતી ફરીયાદો નોધાવી હતી. પોતાના જ પોલીસ સ્ટેશનો બે પીએસઆઈ વિરુદ્ધ ફરીયાદ મળતા પોલીસ સ્ટેશનો સ્ટાફ ચોકી ઉઠીયો હતો આ સમાચાર રાત્રે દરમિયાન વાયુ વેગે ફેલાતા સમગ્ર પોલીસ તંત્રમાં તકચાર મચી ગઈ હતી.

ચારે તરફ આ ચર્ચા ચાલી હતી વાડજ પોલીસે બેન્ને પીએસઆઈ સામે ગુનો દાખલ કરીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે આ બનાવમાં તમામ દિશાઓ અને તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ હકીકત બહાર આવશે. ગણતરીના દિવસોમાં વાડજ પોલીસ સ્ટેશનમાં બે મોટી ઘટનાઓ બનતા સમગ્ર અમદાવાદના નાગરિકો તથા પોલીસનુ ધ્યાન વાડજ પોલીસ સ્ટેશન તરફ કેન્દ્રિત થયુ છે અને તમામ આ ઘટનાની સાચી હકીકત બહાર આવે એ માટે રાહ જાેઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.