બિમાર માતાને પાણી મળી રહે એટલે મહિલાને ૧પ ફૂટનો કૂવો ઘરમાં જ ખોદી કાઢ્યો
(એજન્સી) નવીદિલ્હી, ર૪ વર્ષીય બોબિતા સોરેનની વય દશરથ માંઝીથી આશરે ત્રીજા ભાગની હશે. દશરથ માંઝીને તો બધા જ જાણતા હશે કે તેમને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં બોબિતા સોરેને પણ એવું જ કંઈક કરી બતાવ્યુ છે કે જેના થકી તેની ભારે પ્રશંસા થઈ રહી છે.
જે રીતે ર૦૦૭માં માંઝીએ પર્વતોને ફક્ત છીણી-હથોડાની મદદથી કાપીને રસ્તો બનાવી કાઢ્યો હતો એ જ રીતે બોબિતા સોરેને પણ પોતાની બિમાર માતાને સરળતાથી પાણી મળી રહે એ માટે પોતાના ઘરમાં જ ૧પ ફૂટ ઉંડો કૂવો ખોદી કાઢંયો હતો.
દિવસે તેની માતાને ઘરેથી આશરે ર૦૦ મીટર દૂર પાણી લેવા માટે અનેકવાર ધક્કા ખાવા પડતા હતા અને પોતાની બિમાર માતાને હવે પછીથી આ મુશ્કેલી ઉપાડવી ન પડે એવા ધ્યેય સાથે બોબિતા સોરેને જાત મહેનતે પોતાના જ ઘરમાં ૧પ ફૂટનો કૂવો ખોદી કાંઢ્યો હતો. આ મામલે બર્દવાન જીલ્લામાં પોલીટીકલ સાયન્સમાં એમએ કરી રહેલી સોરેન કહે છે કે મારી માતા નીના સોરેનને એનિમિયા છે અને તેની હાલત નબળી થઈ ચુકી છે. જ્યારથી હું નાની હતી ત્યારથી જાઉ છે કે મારી માતા પાણી ભરવા માટે ઘરેથી દુર જતી હતી અને અડધો કલાક સુધી દરેક વખતે લાઈનમાં ઉભા રહેવું પડતું હતુ. મેં આ સમસ્યાનો કાયમી ઉકેલ જ લાવી દીધો. અને ઘરમાં જ કૂવો ખોદી નાખ્યો.