બોલિવૂડ પાર્ટીઓમાં ગાંજાે તેમજ કોકેઇન સામાન્ય છે
મુંબઈ: એક્ટર-પ્રોડ્યૂસર અને દિવંગત સુશાંત સિંહ રાજપૂતના ક્લોઝ ફ્રેન્ડ યુવરાજ એસ સિંહે દાવો કર્યો છે કે બોલિવુડમાં ડ્રગનો માહોલ પહેલાથી જ છે. તેણે તેમ પણ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે આ પણ એક રીત છે. બોલિવુડના મોટાભાગના એક્ટર્સ કોકેનના બંધાણી છે. યુવરાજે જણાવ્યું કે, લગભગ ૭૦ના દશકાથી જ બોલિવુડમાં ડ્રગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ત્યારનો સમય થોડો અલગ હતો. હવે, સોશિયલ મીડિયાના કારણે એક્સપોઝર વધારે છે અને આ વાત સામે આવવા લાગી છે. યુવરાજે કહ્યું કે, બોલિવુડમાં ઘણા લોકો છે, જે કોકેન લે છે. કેટલાક એક્ટર્સ અને ફિલ્મમેકર્સ છે જે ડ્રગ્સ લે છે અને તેથી આ પાગલપંતી થઈ રહી છે.
ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર ડ્રગ્સ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ‘ગાંજો સિગારેટ જેવો હોય છે. કેમેરાપર્સનથી લઈને ટેક્નિશિયન્સ, સેટ પર ઉપસ્થિત તમામ લોકો સામાન્ય રીતે ગાંજો લે છે. બોલિવુડની પાર્ટીઓમાં વધારે કોકેન ચાલે છે. કોકેન જ બોલિવુડનું મુખ્ય ડ્રગ છે. આ સિવાય સ્ડ્ઢસ્છ જેને એક્ટેસી કહે છે અને એલએસડી જેને એસિડ કહે છે તેનો પણ ઉપયોગ થાય છે. આ સિવાય કેટામાઈનનો પણ ઉપયોગ થાય છે. આ બધા હાર્ડ ડ્રગ છે, જેની અસર ૧૫થી ૨૦ કલાક સુધી રહે છે. કોકેન પણ હાર્ડ ડ્રગ છે અને હું કહીશ કે ૫-૮ બોલિવુડના એવા એક્ટર્સ છે, જેણે છોડવાની આદત છે.
નહીં તો તે લોકો મરી જશે. યુવરાજે કહ્યું કે, ઘણી વખત તેને પણ ડ્રગ્સની ઓફર મળી હતી. તેણે કહ્યું કે, ‘હા, મને ઘણીવાર ડ્રગ્સ ઓફ કરવામાં આવ્યું હતું. આ સામાન્ય છે. ખૂબ ઓછા લોકો ડ્રગ્સ લે છે અને તે બાદ પાર્ટીમાં જાય છે. કેટલાક તો ડ્રગ્સના કારણે જ કામ કરી શકે છે. જો તમે કોઈ હીરો, એક્ટ્રેસ કે ડિરેક્ટરની સાથે ડ્રગ્સ લો છો તો તમારો સંપર્ક બની જાય છે અને બોલિવુડનું આવું જ માઈન્ડસેટ છે. જ્યારે યુવરાજને ડ્રગ્સ લેતા લોકોના નામ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, ‘મોટાભાગના લે છે. સાચું કહું તો લગભગ બધાને લેતા જોયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મને જાણ થઈ છે કે આ લોકો એક સર્કલમાં રહે છે અને એકબીજા સાથે કામ કરે છે.