ભારતી અને હર્ષ દીકરાને લઈને બિગ બોસના સેટ પર આવ્યા
મુંબઈ, બિગ બોસ ૧૬નું આ અઠવાડિયુ ઘણું રસપ્રદ હતું. ફેમિલી વીકમાં ઘરના તમામ સભ્યોના પરિવારના લોકો આવ્યા હતા અને એક દિવસ ઘરમાં પસાર કર્યો હતો. કન્ટેસ્ટન્ટ્સ પોતાના પરિવારના સભ્યોને મળીને ભાવુક થઈ ગયા હતા.
પરિવારના લોકોએ પણ બહાર જે જાેઈને આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને સલાહ સૂચનો આપ્યા હતા. એકબીજાના પરિવારના લોકો સાથે પણ સૌ કોઈ હળીમળીને રહ્યા અને ખૂબ મસ્તી પણ કરી. હવે અપકમિંગ એપિસોડ એટલે કે શુક્રવાર કા વારમાં પણ મસ્તી જાેવા મળશે.
હોસ્ટ સલમાન ખાન સાથે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા પણ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસના સેટ પર માત્ર ભારતી અને હર્ષ જ નહીં આવે, તેમની સાથે તેમનો દીકરો લક્ષ્ય પણ આવશે. લક્ષ્યને ભારતી અને હર્ષ પ્રેમથી ગોલા કહીને બોલાવે છે.
સલમાન ખાન આખા પરિવારનું બિગ બોસના સેટ પર સ્વાગત કરે છે. ભારતી સલમાન ખાનને જૂના વચનો યાદ અપાવતાં કહે છે કે, સલમાન ભાઈએ આપેલા તમામ વચનો મને યાદ છે. તેમણે કહ્યુ હતું કે, આમના બાળકને હું લોન્ચ કરીશ. પછી ભારતી બેકસ્ટેજ જઈને ગોલાને લઈ આવે છે. થોડીવાર પછી ભારતી સલમાન ખાનને કહે છે કે, હું આને તેડીને થાકી ગઈ છું, તમે થોડી વાર ખોળામાં લઈ લો.
સલમાન ખાન ગોલાને તેડીને કહે છે કે, ચોક્કસપણે થાકી ગઈ હોઈશ યાર. ભારતી સલમાન ખાનને કહે છે કે, આખરે એ ભારતીનો દીકરો છે. ત્યારપછી સલમાન ખાન ગોલા માટે એક સિલ્વર બ્રેસલેટ ગિફ્ટ આપે છે. સલમાન ખાન જે બ્રેસલેટ પોતાના હાથમાં હંમેશા પહેરી રાખે છે તેના જેવું જ આ નાનું બ્રેસલેટ હોય છે. સલમાન ખાન કહે છે કે, આ પ્રથમ લોહરીની ગિફ્ટ છે.
આટલુ જ નહીં, ભારતી ત્યારપછી સલમાન ખાનને મજાકિયા અંદાજમાં પૂછે છે કે, પનવેલનું ફાર્મહાઉસ ક્યારે ખાલી કરો છો? ગોલાના નામ પર કરવાનું છે ને તે ફાર્મહાઉસ? આ સાંભળીને સલમાન ખાન અને દર્શકો હસી પડે છે. હોસ્ટ સલમાન ખાન સાથે મસ્તીમજાક કરીને ભારતી અને હર્ષ બિગ બોસના ઘરમાં પણ જાય છે.
અહીં પણ તે કન્ટેસ્ટન્ટસ સાથે ખૂબ મસ્તી કરે છે. ભારતી કહે છે કે, લોકોને બહાર એવુ લાગે છે કે સાજિદ ખાન અબ્દુના મમ્મી છે. અને આ પહેલીવાર એવુ જાેવા મળ્યું કે દીકરો મમ્મીને લોરી ગાઈને સુવડાવે છે. ત્યારપછી ભારતી ટીના સાથે મસ્તી કરે છે.
ભારતી કહે છે કે, આ ઘરમાં જેટલા લોકો છે તેમાંથી ટીના દત્તા મારી સૌથી જૂની મિત્ર છે માટે તેને ભેટવું તો પડશે. અને પછી તે જઈને અર્ચનાને ભેટી પડે છે. અર્ચનાને ભેટ્યા પછી ભારતી કહે છે કે, જ્યારે જેણે જન્મ આપ્યો તે માતા ભૂલ કરી શકે છે તો હું તો મિત્ર છું.
આ સાંભળીને તમામ સભ્યો પેટ પકડીને હસે છે. ઉલ્લેખનીય છે કે ફેમિલી વિકમાં જ્યારે ટીનાના મમ્મી બિગ બોસના ઘરમાં આવ્યા ત્યારે તમામ સભ્યો ફ્રીઝ થયેલા હતા. શ્રીજિતાને પાછળથી જાેઈને તેમને લાગ્યું કે ટીના ઉભી છે અને તેને ભેટ્યા. પછી ખબર પડી કે આ શ્રીજિતા છે અને ટીના બહાર છે. અર્ચના અને બાકીના સભ્યો આ બાબતે પહેલા પણ મજાક ઉડાવી ચૂક્યા છે.SS1MS