Western Times News

Gujarati News

મની લોન્ડરિગ પ્રકરણમાં નેતાઓ જેલમાં: દેશમુખ-મલિકની એમએલસી ચૂંટણીમાં મતદાનની અરજી રદ્દ

મુંબઈ, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની મહા વિકાસ સરકારના મંત્રી અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ૨૦ જૂને એમએલસી ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માંગતી નવાબ મલિકની અરજીને ફગાવી દીધી છે. જેલમાં બંધ હવે બંને નેતાઓ રાજ્યસભાની ચૂંટણી પછી પણ એમએલસી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

મની લોન્ડરિગ પ્રકરણમાં અદાલતી કસ્ટડીમાં રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રધાન નવાબ મલિક અને માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખને રાજ્યસભાની છ બેઠક માટે મતદાન કરવા મળ્યું નહોતું, પણ આ વખતે ૨૦ જૂને થઈ રહેલી વિધાન પરિષદની પાંચ બેઠક માટે તેમણે મતદાન માટે પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હતી.

મલિકને કોર્ટે જણાવ્યું હતું કે તમારે રાહત જાેઈતી હોય તો નવેસરથી અરજી દાખલ કરવી પડશે. રાજ્યસભામાં મતદાન માટે મંજૂરી માગતી અરજીમાં સુધારો કરીને વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન કરવાની પરવાનગી આપવાની સુનાવણી કરવાનો હાઈ કોર્ટે ઈનકાર કર્યો હતો.

એ રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં વિશેષ પીએમએલએ કોર્ટના આદેશ વિરુદ્ધ તમે અરજી કરી હતી. આ ચૂંટણી પૂરી થઈ છે અને તે અરજી હવે નિરર્થક બની ગઈ છે. આથી તે જ અરજીમાં સુધારો  કરીને તમારી વિનંતીને માન્ય થઈ શકે નહીં. આ અરજી પાછી ખેંચીને નવી અરજી કરો, એવી સૂચના ન્યા. પ્રકાશ નાઈકે મલિકના વકિલને આપી હતી.

અરજીમાં પ્રિતિનિધત્વ કરનારા સાથે સલાહમસલત કરીને ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે એમ વકિલે જણાવતા કોર્ટે તેમને તક આપી હતી. હવે આવતીકાલે તેઓ નવેસરથી અરજી કરે એવી શક્યતા છે.બીજી તરફ માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ વિધાનપરિષદની ચૂંટણી માટે મતદાન કરવા હાઈ કોર્ટમાં અરજી કરી છે. નવાબ મલિકની અરજી પર સોમવારે સુનાવણી પાર પડી જ્યારે દેશમુખની સુનાવણી બુધવારે થવાની શક્યતા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.