મને ભારત રત્ન મળે તે માટેનુ અભિયાન બંધ કરો, રતન ટાટાએ લોકોને અપીલ કરી

નવી દિલ્હી, ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાને ભારત રત્ન આપવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.
જોકે આ વાતની જાણકારી મળ્યા બાદ રતન ટાટાએ લોકોને અપીલ કરી છે કે, મને સમર્થન કરનારા લોકોનુ હું આભાર માનુ છું પણ આ પ્રકારના અભિયાન બંધ કરવામાં આવે.
ટાટાએ વધુમાં કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા પર એક વર્ગ એવો છે જે મને ભારત રત્ન મળે તે માટે અભિયાન ચલાવી રહ્યો છે પણ મારી વિન્રમ અપીલ છે કે, આ પ્રકારનુ અભિયાન બંધ કરવામાં આવે.હું ભારતીય હોવાને મારુ બહુ સારુ નસીબ માનુ છું અને ભારતની સમૃધ્ધિ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માંગુ છું.
રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ ત્યારે શરુ થઈ હતી જ્યારે મોટિવેશનલ સ્પીકર ડો.વિવેક બિંદ્રાએ કહ્યુ હતુ કે, ભારતના પ્રસિધ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવામાં આવે અને લોકોએ આ માટેના અભિયાનમાં જોડાવુ જોઈએ.