Western Times News

Gujarati News

માનવભક્ષી દિપડાને પકડવા ૧૦૦ ટીમો દ્વારા ઓપરેશન

અમદાવાદ: અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસના ૨૦૦ થી વધુ કર્મચારીઓ અને ૧૦૦થી વધુ ટીમો ભારે દોડધામ સાથે ધમપછાડા કરી રહી છે ત્યારે હજુ સુધી માનવભક્ષી દિપડો તંત્રના હાથ લાગ્યો નથી પરંતુ દિપડાની શોધમાં ત્યારે બગસરાના કાગદડી સીમમાંથી એક દિપડી પાંજરે પૂરાઇ હતી. ખુદ વનવિભાગના મુખ્ય સંરક્ષક એ.એમ. પરમારે દિપડી પાંજરે પૂરાયાની પુષ્ટી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરા સહિતના પંથકોમાં છેલ્લા ઘણા સમયથી હાહાકાર અને ભયનો માહોલ સર્જનાર માનવભક્ષી દિપડાને પકડવા માટે તંત્ર દોડતુ થયુ છે અને આ દિપડો જા જીવતો પાંજરે ના પૂરાય તો પણ તેને દેખો ત્યાં ઠારના આદેશો જારી કરી ૭ શાર્પશૂટરો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પરંતુ હજુ સુધી દિપડો તંત્રના સકંજામાં આવ્યો નથી ત્યારે બગસરાના કાગદડી સીમમાંથી એક દિપડી પાંજરે પૂરાઇ હતી.

દરમ્યાન અમરેલી કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, તંત્રએ માનવભક્ષી દિપડાને પકડવા માટે ૧૦૦ જેટલી ટીમો બનાવી છે. ૩૦ જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એકમાં દીપડી પકડવામાં સફળતા મળી છે. હજુ પણ એક બે દિપડા પકડવાના બાકી છે. મેગા ઓપરેશન ચાલુ રહેશે. કાગદડીમાં પકડાયેલી દીપડી શંકાસ્પદ છે અને જેટલા પણ શંકાસ્પદ દિપડાઓ હશે તેને પકડવામાં આવશે.

પકડાયેલી દિપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ છે. ત્યાં પૃથકરણ થયા પછી જ ખબર પડશે કે આ દિપડી નરભક્ષી છે કે નહીં.

કલદ-૧૪૪ અંગે ધારાસભ્ય હર્ષદ રીબડીયાના નિવેદન અંગે કલેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પોલીસ અને વન તંત્રનું ઓપરેશન ચાલુ હોય ત્યારે કોઇ નાગરિકને ઇજા ન પહોંચે તે માટે ૧૪૪ કલમ લગાવી છે. છેલ્લા ચાર દિવસથી બગસરા પંથકમાં દિવસે વીજળી અપાય છે, માટે રાત્રે ખેડૂતોને વાડી-ખેતરે જવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ માનવભક્ષી દિપડાને પણ પાંજરે પૂરી લેવાશે એવી હૈયાધારણ કલેકટરે આપી હતી.

જા કે, માનવભક્ષી દિપડો હજુ પણ પકડાયો નહી હોઇ સ્થાનિક લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભયની લાગણી સ્પષ્ટ જાવા મળી રહી છે. સ્થાનિક સ્કૂલોમાં પણ બાળકોની સુરક્ષા માટે શાળાના બારી-બારણાં બંધ રાખવા પડે તેવી સ્થિતિ  સર્જાઇ છે. કિસાન સંઘે પણ તાત્કાલિક ધોરણે દિપડાને ઝબ્બે કરવા માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.