માં બન્યા બાદ દેબીનાએ સેલિબ્રેટ કર્યો પહેલો બર્થ ડે

મુંબઇ, સીરિયલ ‘રામાયણ’માં ‘સીતા’નું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતી થયેલી એક્ટ્રેસ દેબીના બેનર્જીનો ૧૮ એપ્રિલે બર્થ ડે હતો. ૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ દીકરીના મા બનેલી એક્ટ્રેસે અડધી રાતે પતિ તેમજ મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.
સેલિબ્રેશનમાં મમ્મી-પપ્પા સિવાય સાસુ-સસરા પણ હાજર રહ્યા હતા. દેબીના બેનર્જી અને પતિ ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર બર્થ ડેના સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.
જેમાં સુંદર ડેકોરેશનની ઝલક જાેઈ શકાય છે. સેલિબ્રેશન દરમિયાન એક્ટ્રેસે દીકરી, જેનું નામ તેણે લિયાના પાડ્યું છે તેની સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. કેક કટિંગ દરમિયાન દેબીના બેનર્જી પેસ્ટલ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસમાં જાેવા મળી રહી છે, તેણે વાળમાં ફ્લાવર હેર બેન્ડ પણ લગાવી છે. તો નાનકડી લિયાનાએ સ્કાય બ્લૂ કલરનું ફ્રોક અને કેપ પહેરી છે.
બર્થ ડે સેલિબ્રેશન દરમિયાનની દીકરી સાથેની બે સુંદર તસવીરો શેર કરીને દેબીના બેનર્જીએ લખ્યું છે ‘તારી સાથે ટિ્વનિંગ કરવાનું અને જીવન જીતવાનું સપનું વધું રોમાંચક હોઈ શકે છે મારી દીકરી. ૨૦૨૨થી બધા જ બર્થ ડે શ્રેષ્ઠ રહેશે’. ગુરમીત ચૌધરીએ પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેક કટિંગનો વીડિયો શેર કર્યો છે. જેમાં પતિ સિવાય કેટલાક મિત્રો તેના માટે ‘બર્થ ડે સોન્ગ’ ગાઈ રહ્યા છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, દેબીના કેન્ડલ બ્લો કરે છે અને બાદમાં જ્યારે કેક કટ કરવાની તૈયારી કરી રહી હોય છે ત્યારે તેનો પાલતું શ્વાન તેની પાસે આવી છે. જે બાદ તે તેને ખોળામાં બેસાડીને કેક કટ કરે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે માય લવ’.
ગુરમીત ચૌધરીએ આ સિવાય કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં ટેબલ પર કેટલીક યમ્મી કેક પડેલી છે. જેમાંથી એક કેક પર એક્ટ્રેસનું નાનું કટઆઉટ લગાવેલું છે અને તેના પર લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે દેબીના દીદી’. આ પોસ્ટ એના કેપ્શનમાં ગુરમીતે પત્ની માટે એક સ્વીટ નોટ પણ લખી છે. તેણે લખ્યું છે ‘મારી દુનિયા, મારા પહેલા પ્રેમ, મારી પત્ની અને હવે મારા બાળકની મમ્મીને જન્મદિવસની શુભેચ્છા.
જીવનના આ માર્ગ પર સાથે મુસાફરી કરવી તે અતિવાસ્તવિક લાગે છે…એક સમયે એક પગલું દરેક ક્ષણની ઉજાણી છે. મારા માટે @debinabonને પસંદ કરવા માટે આભાર ભગવાન…કેવી રીતે એક સુંદર છોકરી મારા માટે જીવનમાં હંમેશા પડખે ઉભી રહેનારી પાર્ટનર બની ગઈ.SSS