મુંબઈમાં ર૬/૧૧ જેવા હુમલા કરવાની આંતકવાદીઓની ધમકી
મુંબઈ: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ પર સતત આંતકવાદીઓની નજર રહે છે હાલમાં સરહદ પર તંગદિલી જાવા મળી રહી છે આ ઉપરાંત કાશ્મીરમાં પણ આંતકવાદીઓનો સફાયો કરવામાં આવી રહયો છે જેના પગલે પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનો ભારતમાં મોટાપાયે હુમલા કરવાની ફિરાકમાં છે આ દરમિયાનમાં ગઈકાલે પાકિસ્તાનના કરાંચી સ્થિત સ્ટોક એકસચેન્જમાં આંતકવાદીઓએ કરેલા હુમલાનો ઉલ્લેખ કરી આંતકવાદી સંગઠને પાકિસ્તાનથી ફોન કરી મુંબઈમાં ફરી એક વખત ર૬/૧૧ જેવો હુમલો કરવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે હોટલ તાજને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ધમકીના પગલે મુંબઈમાં સલામતીના પગલા ભરવામાં આવી રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે પાકિસ્તાનના કરાંચીમાં ગઈકાલે સ્ટોક એક્ષચેજ પર આંતકવાદીઓ ત્રાટક્યા હતા આ ઘટનામાં ૧૧ વ્યÂક્તના મોત નીપજયા હતા આંતકવાદી હુમલાની ઘટના બાદ ભારતમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે આ દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટના પગલે એક પછી એક કુખ્યાત આંતકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવી રહયો છે
ભારત જવાનો સરહદ ઉપર પણ ચાંપતી નજર રાખી રહયા છે. પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનો હવે ભારતમાં મોટા હુમલા કરવાની તૈયારી કરતુ હોવાની બાતમી ગુપ્તચર વિભાગને મળી છે આ દરમિયાનમાં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં આંતકી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.
પાકિસ્તાન સ્થિત આવેલા આ ફોનમાં આંતકવાદીઓએ હોટલ તાજને પણ ઉડાવી દેવાની ધમકી આપી છે. ફોનમાં ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી કે કરાંચી સ્ટોક એકસચેન્જમાં થયેલા આંતકવાદી હુમલાને આખી દુનિયાને જાયો છે અને હવે ભારતની તાજ હોટલ સહિત અન્ય સ્થળોએ ર૬/૧૧ જેવા હુમલા ફરી કરવામાં આવશે. આ સિવાય અન્ય કેટલીક ધમકીઓ પણ અપવામાં આવી છે મુંબઈની હોટલ કોલાબા અને તાજ લેન્ડર્સ એન્ડને પણ આવી જ રીતે પાકિસ્તાનથી ફોન કરીને ધમકી આપવામાં આવી છે મધરાતે આવેલા આ ફોન બાદ હોટલ સત્તાવાળાઓએ તાત્કાલિક મુંબઈ પોલીસના અધિકારીઓનું ધ્યાન દોરતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને તાત્કાલિક આ તમામ સ્થળો પર ચેકિંગ શરૂ કર્યું હતું.
પોલીસ અધિકારીઓએ આ તમામ સ્થળો પર બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે બીજી બાજુ ધમકીભર્યાં જે ફોનો આવ્યા હતા તેને ટ્રેસ કરતા આ તમામ ફોન પાકિસ્તાનથી કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા કેન્દ્રીય ગૃહ વિભાગ પણ ચોંકી ઉઠયુ છે અને તાત્કાલિક સાવચેતીના તમામ પગલા ભરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું છે.