મુક્તિ માટે નવાઝ શરીફે મદદ લેવાના પ્રયાસ કર્યા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એવી જાહેરાત કરીને તમામ લોકોને ચોકાવી દીધા છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે બે મિત્ર દેશોની મદદથી મુક્તિ મેળવી લેવાના પ્રયાસ કર્યા છે. નવાઝ શરીફ હાલમાં જેલમાં છે. મિડિયા સાથે વાતચીત કરતા ઇમરાન ખાને કહ્યુ છે કે તેઓ બે દેશોના નામનો ઉલ્લેખ કરવા માટે હાલમાં ઇચ્છુક નથી. જા કે ઇમરાન ખાનના આ નિવેદનથી રાજકીય ગરમી વધી ગઇ છે. ઇમરાને કહ્યુછે કે આ દેશોએ તેમને માત્ર સંદેશ આપ્યો છે. શરીફની મુક્તિ માટે કોઇ દબાણ લાવવામાં આવ્યુ નથી ખાને કહ્યુ છે કે આ દેશો કહી ચુક્યા છે કે તેઓ કોઇ દરમિયાનગીરી કરી રહ્યા નથી. ઇમરાન ખાને જ્યારે આ વાત કરી ત્યારે તેમની સાથે નાણાં સલાહકાર હાફિજ શેખ અને ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યુના અધ્યક્ષ શબ્બીર જૈદી હાજર રહ્યા હતા. ભ્રષ્ટાચારના મામલામાં નવાઝ શરીફ હાલમાં જેલમાં છે.
તેમને ભ્રષ્ટાચારના મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ૬૯ વર્ષીય નવાઝ શરીફ ૨૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસથી લાહોરના કોટ લખતપત જેલમાં છે. શરીફ અને તેમના પરિવારના સભ્યો પર ખોટી રીતે કામ કરીને જંગી આવક મેળવી લેવાનો આરોપ છે. જા કે નવાઝ શરીફના પરિવારના સભ્યોએ આ ભ્રષ્ટાચારના આરોપોને રદિયો આપ્યો છે. ટોપની કોર્ટે મે મહિનામાં તેમની ફેરવિચારણા અરજીને ફગાવીદીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદનના કારણે ખળભળાટ મચી ગયો છે. જા કે, બે દેશોના નામ આપવામાં ન આવતા આની ચર્ચા પણ જાવા મળી રહી છે. ઇમરાન ખાને કહ્યું છે કે, કોઇપણ દેશ ભ્રષ્ટાચારના મામલામાં કોઇને બચાવી શકે નહીં.