મેડિકલ સાયન્સ ક્ષેત્રે ડો. ભાર્ગવી ડોડીયાની અનેરી સિદ્ધિ
ડી. એન. બી. (એનેસ્થેસ્યોલોજી) ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરી.
રાજકોટનાં ડો. ભાર્ગવી જયદીપસિંહ ડોડીયાએ મેડિકલ ક્ષેત્રની શ્રેષ્ઠ અને કઠિન ગણાતી એવી રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, ન્યુ દિલ્હી દ્વારા લેવાતી ડી. એન. બી. પરીક્ષા પહેલા જ પ્રયાસે ઉચ્ચ ગુણાંકન, ૬૨.૫૭% સાથે પાસ કરી છે. ડો. ભાર્ગવીએ ડી. એન. બી. (એનેસ્થેસ્યોલોજી) માં થીયરી, પ્રેક્ટિકલ અને થીસિસ રાઇટિંગ ત્રણેયમાં એક સાથે ઝળહળતી સફળતા મેળવી છે.
બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદનાં વિદ્યાર્થિની ડો. ભાર્ગવી ડોડીયા સાયન્સ ક્ષેત્રે ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. વર્ષ ૨૦૧૨માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ. બી. બી. એસ. ની પરીક્ષામાં ડો. ભાર્ગવી ડોડીયાએ ૬૩.૮૦% ગુણ મેળવ્યા હતા અને વર્ષ ૨૦૧૬માં ગુજરાત યુનિવર્સિટીની ડિપ્લોમા ઇન એનેસ્થેસ્યોલોજીની પરીક્ષામાં ૬૯.૧૬% ટકા મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ડો. ભાર્ગવી ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી ભવનનાં અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડીયા અને સિવિલ હોસ્પિટલ રાજકોટનાં આસી. નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ધીરજબા ડોડીયાનાં પુત્રી અને આર્કિટેક્ટ કુલદીપસિંહ ડોડિયાની નાની બહેન છે. ડો. ભાર્ગવી ડોડીયાનાં દાદાશ્રી કિસાભાઈ વિરાભાઇ ડોડીયા જુનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં શિલોદર ગામનાં પૂર્વ સરપંચ છે અને શિલોદર ખેડૂત સેવા સહકારી મંડળીનાં પ્રમુખ છે.