મોદીની લેહ મુલાકાતથી પાક. ફફડ્યુઃ બાજવાની બેઠકો
નવી દિલ્હી: ચીન સરહદે લેહ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનોનો જુસ્સો વધારવાની સાથે ચીન- પાકિસ્તાનને આડકતરો મેસેજ આપી દીધો છે. ભારત શાંતી ઈચ્છે છે પરંતુ તેને નબળો સમજવામાં આવે નહી. જાકે વડાપ્રધાનની મુલાકાતને લઈને ચીનના પેટમાં તેલ રેડાયુ છે તો પાકિસ્તાન ફફડી ગયુ છે. પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાએ તબક્કાવાર બેઠકો યોજીને એલ.ઓ.સી પર લશ્કર વધારી દીધુ છે તો બીજી તરફ ચીની બનાવટના રડારોને ગોઠવી દીધા છે જેના કારણે ભારતીય વાયુદળની મુવમેન્ટનો ખ્યાલ આવી શકે
જયારે ચીને પણ એલ.એ.સી.ની નજીક તેની ડીફેન્સ મિસાઈલ્સને તૈનાત કરી દીધા પછી ભારતીય સેનાને એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચીનની સામે ભારતને તેના મિત્ર દેશોએ સહકાર આપવાની શરૂઆત કરી દીધી છે.
ભારતના એક નવા મિત્ર દેશ જાપાને તો તેના સંરક્ષણ કાયદામાં ફેરફાર કરવાનું નકકી કરી લીધુ છે એક ખાનગી ટી.વી ચેનલના અહેવાલ પ્રમાણે જાપાન તેના સરંક્ષણ કાયદામાં સુધારો કરીને ભારતને સહયોગ આપશે. આમ ચીન સામે અમેરિકા પછી જાપાન ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં આવ્યુ છે. તો ફ્રાંસ, જર્મની સહિતના દેશો પણ ભારતની પડખે આવી ગયા છે
જાકે ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન નરેન્દ્ર મોદીની લેહની મુલાકાત પછી ટેન્શનમાં આવી ગયુ છે. પાકિસ્તાનના લશ્કરી વડાએ તો બેઠકો યોજી હતી તો પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તો ચીનના વિદેશમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ભારતીય સેનાની તૈયારીઓને જાઈને પાકિસ્તાને એલ.ઓ.સી પર હલચલ વધારી દીધી છે અને ચીની બનાવટના રડારોને ગોઠવી દીધા છે. પાકિસ્તાનને ભારતીય વાયુદળની એરસ્ટ્રાઈકનો ડર છે અને તેથી ચીની બનાવટના આધુનિક રડારોને તૈનાત કરી દીધા છે.