Western Times News

Gujarati News

ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ રાખડીમાં પણ હવે ‘નો ચાઈના’

અમદાવાદ: રક્ષાબંધનનું પવિત્ર પર્વ ૩ ઓગસ્ટે છે, પરંતુ અત્યારથી જ બજારમાં અવનવી રાખડીઓ દેખાવા લાગી છે, પરંતુ બહેનો હવે બંગડી, કટલરી, રબર બેન્ડ કે પછી રાખડી સહિતની કોઈ પણ વસ્તુઓ સસ્તી મળે છતાં ખરીદવા તૈયાર નથી. ચીન સામે ભારતીયો ગુસ્સે ભરાયા છે અને ચાઈનીઝ વસ્તુઓ સસ્તી મળે છતાં ખરીદવા તૈયાર નથી. ચીન સામે ભારતીયો ગુસ્સે ભરાયા છે અને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે

તો બહેનો પણ હવે ચાઈનીઝ આઈટમોથી દૂર ભાગી રહી છે. લાઈટિંગની સર્કિટ, સ્ટોન, મોતી, રિંગ્સ, ટેડીબેર તેમજ રાખડીનું તમામ રોમટીરિયલ ચાઈનાથી મંગાવવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે વેપારીઓ પણ ચાઈનાનું રોમટીરીયલ વાપરવા તૈયાર નથી. ચાઈનાનો જે માલ વેપારીઓ પાસે પડી રહ્યો છે તેનો કોઈ લેવાલ નથી. હવે અમદાવાદની એનજીઓ અને ઘરે હેન્ડિક્રાફ્ટનુંકામ કરતી બહેનો ડાયમંડ, વુડનવર્ક, રુદ્રાક્ષ, મેટલ, એન્ટિક મેટલ, જરદોશી, મોતીવર્ક રાખડીઓ બનાવી રહી છે. અત્યારે બજારમાં કોરોના આકારની રાખડીઓ, જેને કોરોના રાખી કહે છે તે હોટ ફેવરિટ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.