Western Times News

Gujarati News

સાબરમતીમાં કેનેડાના વિઝાના બહાને યુવક સાથે ૩ લાખની ઠગાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાણીપમાં રહેતા એક યુવકને કેનેડાના વિઝા અપાવવાના બહાને તેના જ એક પરિચીત એેજન્ટે રૂપિયા ત્રણ લાખ પડાવીને ઠગાઈ કર્યાની ઘટના બહાર આવી છે. જેની ફરીયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જૈમીન કનુભાઈ પટેલ અનમોલ બંગ્લોઝ ન્યુ રાણીપ ખાતે રહે છે. તેમને પોતાના મિત્ર દ્વારા ઓઝોન રેસીડેન્સી, ચેનપુર રોડ, ન્યુ રાણીપ ખાતે રહેતા અને વિઝાનું કામ કરતા મિતેષ ભરતભાઈ નાઈ સાથે ઓળખ થઈ હતી. બાદમાં મિતેશે જૈમિનભાઈના માતાના યુએસએના વિઝા કરાવી આપ્યા હતા.

જેથી જૈમિનભાઈને વિશ્વાસ આવતા તેમણે પોતાના કનેડાના વિઝાની વાત કરી હતી. મિતેશે એ માટે રૂ.ત્રણ લાખ લીધા હતા. પરંતુ ઘણો સમય થવા છતાં વિઝા આપ્યા નહોતા. જૈમિનભાઈએ વારવાર પૂછપરછ કરતાં મિતેશે પોતે પ્રોસેસ ન કરી હોવાનું કહીને ચેક આપ્યા હતા. જે પણ બાઉન્સ થયા હતા. છેવટે જૈમિનભાઈએ મિતેશ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.