Western Times News

Gujarati News

માસ્ક ન પહેરનાર ૪૦૬૪ નાગરિકો ઝડપાયા  રૂ.૮૧૨૮૦૦/ નો દંડ પણ પોલીસ દ્વારા વસૂલ કરાયો

આણંદ:  આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવો અને એક બીજા વચ્યે જરૂરી અંતર રાખવુ અને તે પ્રમાણે અનુસરવું અનિવાર્ય છે માસ્ક નહીં પહેરનારને દંડ પણ થઈ રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુંરોધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે આ માટે લોકો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ દંડનીય કાર્યવાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે

તે મુજબ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજીયનના માર્ગ દર્શન હેઠળ જિલ્લામાં માસ્ક નહીં પહેરતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી છે. જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરનાર નાગરિકોને પોલીસ દ્વારા દંડિત કરવામાં આવ્યા છે. જે સંખ્યા ૪૦૬૪ થવા જાય છે અને રૂ.૮,૧૨,૮૦૦/ ની દંડની રકમ પોલીસ દ્વારા આવા નાગરિકો પાસેથી વસૂલ કરવામાં આવી છે.જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચલાવામાં આવેલ ઝુંબેશના કારણે નાગરિકો સજાગ થવા લાગ્યા અને માસ્ક મળે તો માસ્ક છેવટે મોઢા ઉપર જે મળ્યું તે કપડું બાંધીને પણ માસ્ક પહેર્યાનો સંતોષ સાથે પોલીસ અને દંડની રકમ માંથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નાગરિકો માટે માસ્ક પહેરવો જરૂરી છે અને આ માટે જિલ્લા પોલીસ ,જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર નાગરિકોમાં જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ સાથે અન્ય સામાજિક સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.