Western Times News

Gujarati News

અરવલ્લીમાં ચોમાસા પૂર્વે ૨.૭૦ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું

લોકડાઉનના સમયગાળામાં બિમાર ૨૮૭૬૩ પશુઓની સારવાર કરાઇ 

સાકરિયા: અરવલ્લીમાં પશુપાલન એ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે ત્યારે પશુઓની સાર-સંભાળની સાથે તેના સમયાંતરે રસીકરણ કરી તેમના આરોગ્યની માવજત પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો વ્યયસાયનો પણ વિકાસ થઇ રહ્યો છે અને પશુપાલન થકી જ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ્ય હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) પશુઓને રોગચાળાથી બચાવવા તેમની આવકના મુખ્ય સ્ત્રોત સમાન પશુઓને ચોમાસા સિઝન પૂર્વે રોગચાળાથી બચાવવા ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા સઘન રસીકરણ હાથ ધરાયું છે જેમાં અરવલ્લીના ૨,૭૩,૦૧૫ પશુઓને સધન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

જેમાં અરવલ્લી પશુપાલન વિભાગ દ્વારા લોકડાઉના સમયગાળા દરમિયાન મોડાસાના ૪૦૧૨૬ ધનસુરાના ૨૧૬૯૫, બાયડના ૭૭૬૨૯ માલપુર ૪૭૩૮૨, મેઘરજ ૩૪૯૯૧ અને ભિલોડાના ૫૧૧૯૨ મળી કુલ ૨૭૩૦૧૫ પશુઓને રસીકરણ કર્યુ છે જયારે લોકડાઉનના સમયગાળામાં પશુપાલન વિભાગ દ્વારા ૨૮૭૬૩ બિમાર પશુઓની સારવાર કરવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.