Western Times News

Gujarati News

જાયન્ટસ મોડાસા જરૂરિયાત મંદોની સાથે :૧૦ પરિવારોને ચોમાસામાં છત્રી, તાડપત્રીનું રક્ષણ આપ્યું 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા રેલવેના મેદાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ૧૦ જેટલા  શ્રમજીવી પરિવાર ઝુપડપટ્ટી બનાવી વસવાટ કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા પરિવારોની વરસાદ શરુ થતાની સાથે દયનિય હાલત બને છે અને નજીકમાં આવેલ કોમ્પ્લેક્ષ બહાર આશરો મેળવવા મજબુર બનવું પડે છે.

ત્યારે મોડાસા જાયન્ટ્સ પરિવારે ઉપર આભ અને નીચે જમીન પણ પોતાની નથી અને ઘાસ કે તૂટીફૂટી તાડપત્રી નું ખોરડું બનાવી રહેતા પરિવારોને મોડાસા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા તાડપત્રી અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ્સના પૂર્વ પ્રમુખ સુરેશ સોનીનો આર્થિક સહયોગ મળ્યો હતો ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકો નજીકના બગીચામાં રમી રહ્યા હતા.

ત્યારે ઝાડ પડતા એક બાળક ફસાતા તેની બહેને બાળકને ઝાડની ડાળીઓમાંથી મહામુસીબતે બહાર કાઢતા દીકરીની હિંમતને પણ બિરદાવી હતી આ સેવાયજ્ઞ કાર્યક્રમમાં જાયન્સ ટ્રસ્ટી નિલેશભાઈ જોષી ,જાયન્સ પ્રમુખ નરેન્દ્ર ભાઇ પટેલ, મંત્રી પ્રવીણ પરમાર, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સોની, ભાવેશ જયસ્વાલ ,પરેશભાઈ શાહ,મુકુન્દ શાહ હાજર રહ્યા હતા જરૂરિયાતમંદ પરિવારોને ચોમાસુ આવી પહોંચ્યું છે ત્યારે જાયન્ટ્સનો સહારો મળતાં પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.