મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ૧૨મો દિવસ છે. આ દરમિયાન રશિયન સેનાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કર્યા છે.
યુક્રેને આ મામલે ભારતને અપીલ કરી છે કે, ભારત રશિયા સાથે વાત કરે અને હુમલો રોકવામાં મદદ કરે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પુતિન સાથે ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેના પર મોટો આરોપ લગાવ્યો અને પીએમ મોદીને કહ્યું કે, યુક્રેનની સેનાએ ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે અને તેમનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
આ સાથે યુક્રેનની સેના ભારતીયોને રશિયન વિસ્તારમાં જતા રોકી રહી છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન યુધ્ધમાં કાંઇપણ કરવા અંગે અમેરિકા સહિતના દેશો અવઢવમાં છે. ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિને ધમકી આપી છે કે, યુક્રેન રશિયા સામે લડીને પોતાના ‘સ્ટેટહૂડ’ને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
પુતિને અમેરિકા તથા પશ્ચિમના દેશોને પણ ધમકી આપી છે કે, યુક્રેનમાં રશિયાને રોકવા માટે જે પણ વચ્ચે આવશે એ કિંમત ચૂકવશે તેથી બધા દેશો દૂર જ રહેજાે. પુતિને રશિયા સામે લદાયેલાં નિયંત્રણોને યુધ્ધની જાહેરાત સમાન ગણાવીને તેનો જવાબ આપવાની ધમકી પણ આપી છે.
રવિવારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ ચેતવણી આપી છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યાર પછી રશિયા પર મૂકાયેલા પ્રતિબંધોથી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. વર્તમાન સંકટથી મોંઘવારી અનેકગણી વધશે. આઈએમએફે જણાવ્યું કે, કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વૈશ્વિક અર્થતંત્રમાં વસ્તુઓના ભાવ પર પહેલાથી જ ઘણું દબાણ છે. એવામાં વર્તમાન સંકટથી મોંઘવારીનો દર વધી શકે છે.
જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓને આંચકા વાગી શકે છે. આઈએમએફએ આશા વ્યક્ત કરી કે, તેનું બોર્ડ આગામી સપ્તાહે યુક્રેનની ૧.૪ અબજ ડોલરની ઈમર્જન્સી ફન્ડિંગની અપીલ પર ર્નિણય કરશે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અનાજ અને એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે. આ યુદ્ધના કારણે દુનિયાભરના શેરબજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત નરમાઈ જાેવા મળી રહી છે.
બીજીબાજુ દુનિયાભરની અનેક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી કારોબાર સમેટી રહી હોવાથી પણ સ્થિતિ મુશ્કેલ બનશે. રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ ૧૫૯૦૦ ભારતીયોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે.SSS