રાજકોટના હડાળા ગામે ચેકડેમમાં માતાની નજર સામે જુડવા બહેનોના ડૂબી જતા મોત થયા
રાજકોટ, રાજકોટના હડાળા ગામે આવેલા ચેકડેમમાં કપડાં ધોવા ગયેલા માતા- પુત્રીઓ સહીત નહાવા પડેલી બે સગી જુડવા બહેનના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જયારે ગામલોકોએ માતા અને તેની પિતરાઈ બહેનનો બચાવ કર્યો હતો અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર હડાળામાં રહેતા રંજનબેન રાજેશભાઇ સીતાપરાની થતા તેની ૧૨ વર્ષની બે જુડવા પુત્રી આશિયા અને અનોખી અને તેની પિતરાઈ મુસ્કાન ઉ.વ.૧૪ રવિવારે બપોરે ગામના ચેકડેમમાં કપડાં ધોવા માટે ગયા હતા તે દરમિયાન ત્રણેય તરુણીઓ નાહવા માટે ડેમમાં પડી હતી ત્યારે નહાતી વખતે બંને સગી બહેનો આશિયા અને અનોખી ડેમના ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી.
આશિયા અને અનોખીને બચાવવા માટે તેની પિતરાઇ બહેન મુસ્કાન અને તેની માતાઆ ડેમમાં ઝંપલાવ્યું હતું અને બંનેને બચાવવાની કોશિશમાં તે પણ ડૂબવા લાગ્યા હતા , નજર સામે જ બે પુત્રી અને ભત્રીજી ડૂબવા લાગતા રાજેશભાઇના પત્નીએ દેકારો કરતા ગ્રામજનો દોડી ગયા હતા અને ચારેયને બહાર કાઢ્યા હતા, જાેકે આશિયા અને અનોખી બંને બહેનોનાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.જ્યારે મુસ્કાન અને રંજનબેનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના જમાદાર કિશનભાઇ અજાગિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને ફાયરની ટીમ દ્વારા બંને બહેનોના મૃતદેહોને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડ્યા છે.બેલડાંની પુત્રીના એકસાથે જ મૃત્યુ થતાં સીતાપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી, અને હડાળામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ છે.HS