રાજકોટમાં ભારે વરસાદના કારણે શાકભાજીનાં ભાવમાં વધારો
રાજકોટ, રાજકોટમાં ગત અઠવાડિયામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેેના કારણે અહી પાકને ભારે નુકસાન થયુ હતુ. જે બાદ હવે બજારમાં મળતી શાકભાજી પર તેની અસર સ્પષ્ટપણે જાેવા મળી રહી છે.ભારે વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે ૫૦ થી ૬૦ ટકા શાકભાજીનાં પાકને નુકસાની થતાં ગવાર, તુરીયા, દૂધી,લીંબુ કાકડી સહિત અન્ય શાકભાજીનાં વધ્યાં ભાવમાં વધારો થયો છે શાકભાજીમાં સરેરાશ ૩૦-૪૦ ટકાનો વધારો.
રાજ્યમાં જ્યા એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાનાં કારણે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. રાજ્યમાં ભારે વરસાદનાં કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. વળી બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જે પણ શાકભાજી બીજા રાજ્યોમાંથી આવી રહી છે, તેમા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે થવાના કારણે પણ શાકભાજીનાં ભાવ વધ્યા છે.
ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજીના ભાવમાં વધારો થતાં રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે.પહેલા કોરોના ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ અને હવે શાકભાજીના ભાવ વધતા જીવન જીવવું મુશ્કેલ થઇ ગયું છે.સરકારે ભાવ પર નિયંત્રણ લેવું જોઇએ.HS