રાણીપમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો : ૧૧ ઝડપાયા
અમદાવાદ : સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દારૂ જુગારનાં અડ્ડાઓ ચાલતા હોવાની હકીકત બહાર આવતાં રાજ્યના પોલીસ વડાની સીધી નજર હેઠળની ટીમો સમગ્ર રાજ્યમાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર દરોડો પાડી રહી છે અને જે તે વિસ્તારમાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી રહી છે. ગત કેટલાક સમયમાં આવી કાર્યવાહી પગલે શહેરનાં કેટલાંય અધિકારીઓ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે
તેમ છતા હજુ પણ કેટલાંય વિસ્તારોમાંથી દારૂ જુગારના અડ્ડા પકડાઈ રહ્યા છે દસેક દિવસ અગાઉ સતત બે દિવસ કાગડાપીઠ પોલીસની હદમા સ્ટેટ મોનિટરીગ સેલે દરોડા પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યાર બાદ ગઈકાલે રાણીપ વિસ્તારમાં જુગારનાં એક મોટા અડ્ડો પરથી અગિયાર જેટલાં શખ્શો ને ઝડપી લેવામા આવ્યા છે વ્યવસ્થિત રીતે ચાલતાં આ જુગારધામની સવલતો જાઈ પોલીસ પણ ચોકી ગઈ છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળતાં ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસમા રાણીપ વિસ્તારમાં આવેલી છોટાલાલ જમનાદાસની ચાલીમાં પ્રવિણ ઉર્ફે પવલો મારવાડીના અડ્ડા પર કાર્યવાહી કરવામા આવી હતી
પોલીસ જાણ થતા જુગારીઓ નાસભાગ મચી હતી જા કે સતર્કતાને કારણે તમાને પકડી લેવાયા હતા મુખ્ય આરોપી અને જુગાર ધામના સંચાલક પ્રવિણ ઉર્ફે પલવો મારવાડી પોતાના ઘર આગળ જ આ જુગારનો અડ્ડો ચલાવતો હતો દરોડામાં પોલીસે ૧૧ મોબાઈલ ૨ વાહન જુગારનાં સાધનો તથા રોકડ સહીત રૂપિયા દોઢ લાખની વધુનો મુદામાલ ઝડપાયો છે જ્યારે ઝડપાયેલા જુગારીઓ મોટાભાગના રાણીપ વિસ્તારના છે.