રિક્ષાચાલકો રિક્ષા સાથે ભરૂચ કલેકટર કચેરી સંકુલ આવી પ્રશ્નોની રજુઆત કરાઈ
જયભારત રીક્ષા એસોશીએશન દ્વારા કલેકટરને સીટી બસ સેવા અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી.
રીક્ષાઓ રોડ પર પાર્કિંગમાં હોય તો પોલીસ દંડ વસુલે છે પણ સીટી બસ ટ્રાફિકને અડચણરૂપ હોય તો પણ છૂટ આપવામાં આવી હોવાનો આક્ષેપ.
સીટી બસ પણ સ્ટેન્ડ પરથી જ મુસાફરોને પીકપ કરે તેવી રીક્ષા એસોસિએશનને કરી માંગ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં શહેરી વિકાસ યોજના હેઠળ તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે ઈ-લોકાર્પણ કરી સીટી બસ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.જેથી કરીને લોકોને નજીવા દરે એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે વધુ પડતું ભાડું ચૂકવું ન પડે તે હેતુ થી ૯ રૂટ પર ૧૨ બસો મૂકી ને શરૂ કરવામાં આવી હતી.જે બાદ પાર્કિંગ સ્થળે થી સીટી બસ દ્વારા કલાકો સુધી ઉભી રાખી પેસેન્જરો ભરવામાં આવતા અને રીક્ષા ચાલકોને ત્યાં નહીં ઉભા રહેવામાં નહીં આવતા રીક્ષા એસોસિએશન દ્વારા કલેકટર કચેરી સંકુલ ખાતે પોતાની રીક્ષા સાથે આવી પહોંચી કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચમાં આ અગાઉ પણ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી જે નિષ્ફળ નીવડી હતી.ત્યારે બાદ ફરી વખત બસ સેવા શરૂ થતાં રીક્ષા એસોસિએશને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સરકારની બસ સેવાનું કોઈ પણ વિરોધ કર્યા વગર આવકારી હતી પરંતુ બસ સેવા શરૂ થતાની સાથે જ રીક્ષા સ્ટેન્ડ પાસે મૂકેલી રિક્ષાઓને પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરતા અને બસ મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિકને અડચણ રૂપ મુકવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ રીક્ષા એસોસિએશને કરી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે જેમ રીક્ષા ચાલકોને સ્ટેન્ડ પરથી જ પેસેન્જરો લેવા માટે દબાણ કરવામાં આવે છે તેમજ સીટી બસ પણ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ ઉભી રાખી મુસાફરો બસમાં બેસાડે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
જોકે બેરોજગાર બની ગયેલા રિક્ષાચાલકોએ પોતાની રિક્ષા સાથે ભરૂચ કલેકટર છે સંકુલની નજીક આવી જતા એક તબક્કે પોલીસ પણ દોડી આવી હતી.જો કે રિક્ષાચાલકો સિટી બસ સેવા શરૂ થવાના કારણે બેરોજગાર બન્યા હોવાના પણ આક્ષેપ સાથે તંત્ર તેઓની વાત નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં રિક્ષાચાલકો પોતાના પરિવાર સાથે રસ્તા રોક સહિત વિવિધ આંદોલનનું રણશીંગુ ફૂંકશે તેવી ચિમકી ઉચ્ચારી રહ્યા છે.