Western Times News

Gujarati News

લેભાગુ તત્વોએ કારસો કર્યો : કન્યાઓના અભ્યાસ માટે બે લાખની સહાયનું બનાવટી ફોર્મ ફરતું થયું

(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન અંતર્ગત ૮ થી રર વર્ષની કન્યાઓના અભ્યાસ માટે રૂ.બે લાખની સહાયની યોજના અમલમાં મુકાઈ હોવાની અફવા અને બોગસ બનાવટી ફોર્મ લેભાગુ તત્વો ધ્વારા વેચાઈ રહ્યા હોવાના કારણે ધોળા દિવસે મહિલાઓ,વાલીઓ, અભણ,ગરીબ,અશિક્ષીત પ્રજાજનો લાલચમાં આવી ધોળા દિવસે લુંટાઈ રહ્યા છે.આવી કોઈ જ યોજના અમલમાં નથી ? તેવો વહીવટી તંત્રના અધિકારીઓએ અનુરોધ કર્યો છે.

લેભાગુ તત્વોનો કારસો પ્રકાશમાં આવ્યો છે.કન્યાઓના અભ્યાસ માટે રૂ.બે લાખની સહાય મળશે તેવું બોગસ બનાવટી ફોર્મ સોશીયલ મિડીયામાં વાયરલ કરાયું હતું.સહાયનું બનાવટી ફોર્મની ઝેરોક્ષ કોપીઓ પણ ફરતી થઈ ગઈ છે.રૂ.બે લાખની સહાય મેળવવાની ઘેલછામાં ગરીબ,અભણ,ભોળા લોકો ધોળા દિવસે છેતરાઈ રહ્યા છે.એક અરજદાર દીઠ અંદાજીત રૂ.પ૦૦/- થી વધુનો ખર્ચ થઈ રહ્યો છે.

પોસ્ટ ઓફીસમાં આધાર, પુરાવા સાથે ભરેલું બનાવટી બોગસ ફોર્મનું તૈયાર કરેલું કવર પોસ્ટ મારફતે રજીસ્ટર એ.ડી. કરવા માટે પોસ્ટ ઓફીસમાં ઠેર-ઠેર મહિલાઓની કતારો જોવા મળે છે.અસહ્ય બાફ અને ઉકળાટમાં બે લાખની સહાય મેળવવાની ઘેલછામાં મહિલાઓની કતારો લાગતા જાગૃત પ્રજાજનો અચરજમાં મુંકાયા છે. સરકાર ધ્વારા બે લાખની સહાયની યોજના અમલમાં મુકાઈ હોવાનું અને જેનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રજાજનોને મળશે તેવું બોગસ ફોર્મ સોશીયલ મિડીયામાં ફરતુ થયું છે ત્યારે ફોર્મ મેળવવા અને આ યોજનાનો લાભ મેળવી લેવા માટે મહિલાઓએ ભારે દોડધામ મચાવી દીધી છે.વ્હાલી દિકરીઓને સહાય મળશે તેવી આશા સાથે અનેક લોકોએ ગ્રામ પંચાયતમાં સરપંચના સહી-સિક્કા કરાવી આધાર કાર્ડ, રેશન કાર્ડ,જન્મનો દાખલો, બેંન્કની પાસ બુક ઝેરોક્ષ સહિત વિવિધ પ્રકારના આધાર પુરાવા સાથે રૂ.બે લાખ મેળવવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરીને કવર તૈયાર કર્યા બાદ મહિલાઓનો રજી.પોસ્ટ એ.ડી. કરવા માટે પોસ્ટ ઓફીસમાં પહોંચતાં હોય છે.

પરંતુ ત્યાં ઘસારો જાવા મળ્યો હતો.લોકોની ભીડ જાઈ પોસ્ટ વિભાગના કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે. ફોર્મની વિગતો મુજબ બેટી બચાવો,બેટી પઢાવો યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી ૮ થી રર વર્ષની કન્યાઓના અભ્યાસ માટે રૂ.બે લાખની પ્રધાનમંત્રી ધ્વારા રોકડ સહાય હોવાનું જણાવાયું હતું.કન્યાઓના અભ્યાસ માટે તેના પરિવારની બેંક ડીટેઈલ,સરનામુ સહિતનું વિગતવાર ફોર્મ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,દિલ્હી ખાતે મોકલી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ ફોર્મ મેળવવા મહિલાઓ પડાપડી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આવી કોઈ જ યોજના જાહેર કરાઈ નથી તેવો વહીવટી તંત્રના અધિકારીઓએ અનુરોધ કર્યો હતો.આ અંગે તપાસ કરતા બોગસ ફોર્મ પ્રકરણનો ભાંડો ફુટયો હતો. વહીવટી તંત્ર ધ્વારા આવી કોઈ જ યોજના અમલમાં મુકવામાં આવી નથી ત્યારે વાલીઓએ લલચાઈને આવું બોગસ ફોર્મ રૂપિયા ખર્ચી મેળવવું નહીં અને પરિવારની કોઈ પણ બેંક ડીટેઈલ આપવી નહીં.કોઈની ખોટી દોરવણી અને અફવાઓથી પણ દુર રહેવા અનુરોધ કર્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.