વજેવાલ ગામે બનાવવામાં આવેલ ડામર રોડ વરસાદના એક ઝાપટે ધોવાયો
(તસ્વીરઃ-મોહસીન વહોરા ,સેવાલીયા)
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગ્રામ પંચાયત સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. વજેવાલ ગામનો રોડ ગ્રામજનોની અનથક મેહનત બાદ અને પ્રયત્નો કર્યા બાદ બનાવવામાં આવેલ ડામર રોડ જ્યારથી કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી જ વિવાદમાં રહી હતી. નિયમો નેવે મૂકી રોડનું કામ શરૂ કરાતા ગ્રામજનોએ આ રોડનું કામ બંધ કરાવી હલ્લાબોલ કર્યું હતું.
આજે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અને વરસાદનું એકાદ ઝાપટું જ આવ્યું છે ત્યારે આ રોડની ગુણવત્તા ઉઘાડી પડી ગઈ છે. તેવા થયેલો ભ્રષ્ટાચાર એ દેખા દીધી છે. અને રોડની ધારો તૂટવા માંડી છે. ધીરેધીરે આખો રોડ આ રીતે તૂટી જશે તેવો ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે. આ કામગીરીમાં ફક્ત એજન્સીને ફાયદો થયો હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે નિકુંજ ભાઈ (માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, ડાકોર) નાઓને સંપર્ક કરતા તેઓએ જણાવ્યુંકે અમો એ જોવડાઈ લીધું છે. રીપેર થઈ જશે. કયા કારણોથી આ સમસ્યા થઈ તેના જવાબમાં જણાવ્યુંકે વરસાદના કારણે માટી બેસી ગઈ છે. બધે નથી થયું. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતે ગ્રામજનોને ભોગવવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે.*