વાહન ચેકીંગ કરતા આરટીઓ કર્મચારી પર માથાભારે શખ્શનો હુમલો
અમદાવાદ : સરખેજના સનાથલ ખાતે આરટીઓ ના ઈન્સ્પેક્ટર તથા જીએસએફ મા સિક્યુરીટી ગાર્ડ સાથે મારા મારીની ઘટના બનતા ચકચાર ફેલાઈ છે આઅંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં માથાભારે શખ્શ વિરુદ્દ ફરીયાદ નોધવામા આવી છે.ના સુક્યુરીટી ગાર્ડ કમ ડ્રાઈવર ઉપરાંત વધુ એક ગાર્ડ ગત રોજ સરખેજ સનાથલ ટેક્ષ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે રોહીતભાઈએ વાહન ચેકીગ દરમ્યાન ચાર ડમ્પર તથા બે મોટા ટ્રેલર રોકયા હતા દરમિયાન અમિત ભરવાડ નામનો એક શખ્શ પોતાની કારમા આવ્યો હતો અને ફરજ પર હાજર લોકો સાથે ઝઘડો કર્યો હતો.
ફરીયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરવા આવી હતી જેના પગલે સિક્યુરિટી ગાર્ડ કમ ડ્રાઈવર હાર્દીક મોદીએ પોલીસ ફરીયાદ જણાવ્યુ હતુ બપોરે વાહન ચેકીગ દરમિયાન વાહનોને રોકતા થોડી વારમાં અમિત ભરવાડ નામનો શખ્શ આવ્યો હતો જેણે ગાડીઓ કેમ ઉભી રાખી છો અને અહી નહી ઉભા રહેવાનું કહી રોહીતભાઈ સાથે ગાળાગાળી કરી હતી ઉપરાત હાર્દીકભાઈની ફેટ પકડી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો દરમિયાન અન્ય લોકો વચ્ચે પડીને તેમને છોડાવતા અમતિ ભરવાડ ત્યાથી જતો રહ્યો હતો.
હાર્દીકભાઈએ આક્ષેપ કર્યો છે કે અમિત ભરવાડ અવારનવરા વાહન ચેકીગ દરમિયાન અડચણો ઉભીકરી ઝઘડા કરે છે અગાઉ પણ કેટલીય વખત તે આવુ કરી ચૂક્યો છે. પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે.