વિદેશી કંપનીઓને ભારત આવતી રોકવા સરહદે ભારત સામે ‘માઈન્ડગેમ’ રમતુ ચીન

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શું ભારત-ચીન વચ્ચે યુધ્ધ થશે? આ પ્રશ્ન આજકાલ નાગરીકોને સતાવી રહ્યો છે. કોરોનાની મહામારીની વચ્ચે કોઈને યુધ્ધ પોષાય એમ નથી. પરંતુ હકીકત એ છે કે સરહદે બંન્ને દેશના સૈન્ય આમને-સામને શ†ો સાથે ગોઠવાઈ ગયા છે. નાનકડી એક ચિનગારી મોટા યુધ્ધમાં પલ્ટાઈ શકે તેમ છે.બંન્ને દેશો પરમાણું સંપન્ન છે. તેથી હાર-જીતના સવાલ કરતા આગત્યનો મુદ્દો એ બને છે કે તેનાથી ખુંવારી થશે અને આર્થિક નુકશાન વ્યાપક થાય એમ છે. તો પછી ચીન આ બધુ માત્ર “માઈન્ડ ગેમ’ જ માટે કરી રહ્યુ છે તો તેની પાછળના કારણો શું છે?? નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના માટે વિશ્વના મોટાભાગના દેશો ચીનને જવાબદાર માનતા થયા છે.કારણ કે કોરોના ચીનથી ફેલાયો છે. મોટા દેશોની અનેક કંપનીઓ ચીનમાંથી ઉચાળા ભરશે એવી આશંંકા છે.
સ્વાભાવિક જ છે કે ભારતના બે-ત્રણ દેશોને બાદ કરતા વિશ્વના તમામ દેશો સાથે સંબંધો સારા છે તેના કરતા પણ વધારે અગત્યની બાબત એ છે કે ચીનની સરખામણીમાં વિદેશી કપનીઓને ભારતમાં મોટું માર્કેટ મળી શકે છે. જા આમ, થાય તો ચીનને મોટું આર્થિક નુકશાન થાય તેમ છે. હાલમાં વિશ્વની નજર ભારત પર છે. વિશાળ માર્કેેટ અને વિકાસશીલ દેશની છાપ કંપનીઓને આકર્ષી રહી છે. સસ્તા દરે મેનપાવર પણ અહીંયા મળી શકે એમ છે.
ભારત આ તકને ઝડપી લેવા તૈયાર છે ખંધુ ચીન આ વાત સારી રીતે જાણી ચુક્યુ છે. અને તેથી જ ભારતને હેરાનપેરશાન કરવા સરહદે નાના-મોટા છમકલા કરી રહ્યુ છે. યુધ્ધનો ‘હાઉ’ ઉભો કરીને તે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ માટે આવતી રોકવા માંગે છે. સરહદ સતત સળગતી રહે તો વિદેશી કપનીઓ ભારતમાં રોકાણની ઈચ્છા દર્શાવે નહીં.
આમ, ચીન ભારત સાથે ‘માઈન્ડ ગેમ’ રમી રહ્યુ છે જા કે આ બધાની વચ્ચે ભારત અક્સાઈ ચીન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને પોતાનામાં ભેળવવા માંગતું હશે તો તેને યુધ્ધ કર્યા સિવાય છુટકો નથી. એવી જ રીતે ચીન ભારતને આર્થિક સહિતના ક્ષેત્રે કમજાર કરવા માંગતું હશે તો તે અવશ્ય યુધ્ધ કરશે અવું પરિÂસ્થતિનું અવલોકન કરતાં તારણ નીકળી રહ્યુ છે.