વિદ્યાર્થીઓએ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી પેવર બ્લોક બનાયા
ભાવનગર, અનસેગ્રીગેટેડ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ દાણાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું.ઈન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક ઘન કચરો પર્યાવરણ માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. એવામાં ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિનિરીંગ કોલેજના સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનું વૈજ્ઞાનિકોને ટક્કર મારતુ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક ઘન કચરાનો ઉપયોગ કરી એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે.
હાલમાં જે પેવર બ્લોક બનાવવામાં આવે છે, તેમાં સિમેન્ટ, ફ્લાઈ એશ અને રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના બદલે અનસેગ્રીગેટેડ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ દાણાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે.
વિદ્યાર્થીઓએ જે પેવર બ્લોક બનાવ્યા છે, તે કોક્રિંટના પેવર બ્લોક જેટલા મજબૂત હોય છે. વિદ્યાર્થીઓએ બનાવેલા પેવર બ્લોક મજબૂતની સાથે તેની કોસ્ટ પણ ખૂબ ઓછી છે. જ્યારે કોંક્રિટ પેવર બ્લોક કરતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પેવર બ્લોકનું વજન પણ ઓછું છે.
વિદ્યાર્થીઓ જે એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવર બ્લોક બનાવે છે એ માટે ફ્લાઈ એશ અને વેસ્ટ પ્લાસ્ટિકની જરૂર રહેતી હોવાથી આ વેસ્ટ કચરાનો પણ સમયાન્તરે નિકાલ થતો રહેશે. જેનો પર્યાવરણને ખૂબ ફાયદો થશે. ફ્લાઈ એશનો ઉપયોગ કરવાથી સિમેન્ટનો વપરાશ પણ ઘટાડી શકાય છે. તેમજ પ્લાસ્ટિકના દાણાનો ઉપયોગ કરીને કુદરતી રેતીને ભવિષ્ય માટે બચાવી શકીએ છીએ.
અત્યારે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર દિવસે દિવસે વધતા જતા હોવાથી પેવર બ્લોકની ખુબ જ માંગ રહે છે, ત્યારે વિધાર્થીઓએ તૈયાર કરેલા પેવરબ્લોકનું નિર્માણ સિવિલ એન્જિનિરીંગ ક્ષેત્રે નવા આયામો ઉભા કરશે.કોંક્રિટના જંગલો વચ્ચે બદલાતી જતી પર્યાવરણની હાલની સ્થિતિ દયનીય બીન છે. આવામાં સિવિલ એન્જિનયરિંગ ક્ષેત્રે નવા નવા સંશોધનો ખૂબ જરૂરી છે.
જેના ભાગરૂપે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિનિયરીંગ કોલેજના સિવિલ ઇજનેરી વિભાગના ૮ માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વૈભવ કાચા, દર્શન મીતાલીયા અને અતુલ ચોહાણ નામના વિદ્યાર્થીઓએ કોલેજના સિવિલ ડીપાર્ટમેન્ટના વડા ડૉ.વિનોદ ઉજેનીયાના માર્ગદર્શન હેઠળ આ તૈયાર કર્યા છે. આ પેવર બ્લોક પ્રોજેક્ટ માટે સંસ્થાના એક્ઝિક્યુટીવ ડાયરેકટર ડૉ એચ.એમ નિમ્બાર્કે વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.sss