વિરપુર જૂનાગઢ બસ ડ્રાઇવર દારૂના નશામાં ધૂત થતા અલ્ટોગાડી ને અડફેટે લીધી
બાલાસિનોર એસટીડેપો ની લાપરવાહી થી મુસાફરો ના જીવ તાળવે ચોંટ્યા
(પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર જિલ્લા ના બાલાસિનોર ડેપો ની વિરપુર – જૂનાગઢ ના એસટી બસ ના ડ્રાઇવરે આજ રોજ દારૂ પીધેલ હાલત માં બેફામ બસ ચલાવી વિરપુર નજીક એક અલ્ટો ગાડી ને અડફેટે લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર – જૂનાગઢ બસ ડ્રાઇવર ભારતસિંહ સવારે ૮ વાગ્યા ના રોજ બાલાસિનોર થી વિરપુર જઈ રહ્યા હતા તે દરમ્યાન વિરપુર નજીક રસ્તા ની સાઇડ માં ઉભેલ ય્ત્ન ૦૭ છય્ ૬૫૯૧ અલ્ટોગાડીને અડફેટ મા લેતા અલ્ટો ગાડી ના ડ્રાઇવર સાઇડ ના દરવાજા સહિત સમગ્ર સાઇડ ગાડી ને ભારે નુકસાન થયેલ છે સદ નસીબ વાહન ચાલક ને કોઈ ઈજા પહોંચેલ નથી ઉપરોક્ત વિષય ના અનુસંધાને બાલાસિનોર ડેપો મા થી બસ ઉપડી ને આગળ જતા પેસેન્જરો અને બસ ના કંડક્ટર રમેશભાઈ ને ડ્રાઇવર ખૂબ નશામા અને તેનું ડ્રાઇવીંગ ખૂબ જોખમ કારક જણાતા ડ્રાઇવર ને બસ ઊભી રાખવા જણાવ્યું હતું પરન્તુ ઊભી ના રાખતા બસ વધુ આગળ હંકારતો હતો તે દરમ્યાન બસ કંડકટરે બાલાસિનોર કંટ્રોલ પોઇન્ટ કંટ્રોલર હસમુખ ભાઈ ને જાણ કરતા ગમે તે રીતે વિરપુર પહોંચો પછી કંઈક કરીએ તેવું કહેવા મા આવ્યું જે બસ મા રહેલ મુસાફરો ની બૂમાબૂમ અને તેમના જીવ નું જોખમ સાથે રસ્તા પરના ટ્રાફિક માટે જોખમી લાગતા કંડકટરે બાલાસિનોર એ ટી આઈ કાન્તિ ભાઈ નો સમ્પર્ક કર્યા પણ તેમણે પણ બસ મા રહેલ લોકો ની સુરક્ષા અને લોક હિત માટે ત્યાં ને ત્યાં બસ ઊભી રાખી મુસાફરો ને અન્ય બસ મા બેસાડવા નું સૂચન ના કરી બસ ને વીરપુર બસ સ્ટેશન લઈ જવા જણાવ્યું હતું જયારે કંડક્ટરે પોતાની સૂજ બુજ થી દેવ ચોકડી બસ ઊભી રખાવી તમામ મુસાફરો ને સહી સલામત ઉતારી અન્ય બસમા મોકલવાની માટેની વ્યવસ્થામા વ્યસ્ત હતા તે સમય દરમ્યાન નશામા ધૂત ડ્રાઇવર બસ કંડક્ટર ને મૂકી બસ લઈ વિરપુર જવા નીકળી ગયો હતો જે વિરપુર નજીક રસ્તા ની બાજુ મા ઉભેલ અલ્ટોગાડીને અડફેટ મા લેતા ગાડી ને ભારે નુકસાન થયું તેમ છતા બસ ડ્રાઇવરે અકસ્માતની જગ્યા પર બસ ના ઊભી રાખી બસ સ્ટેશન હંકારી ગયો જ્યાં બસ ઊભી રાખી બસ માંથી ઉતરી સ્ટેશન પર ઊભેલા મુસાફર અને અન્ય લોકો ની હાજરી મા સ્ટેશન જેવી જાહેર જગ્યા મા ઊભા રહેવાના હોશ પણ ના હતા તેવી અવસ્થા મા ગાડા ગાડી બોલવા લાગ્યો હતો તે સમય અકસ્માત થયેલ અલ્ટો ના માલિક આવી જતા ત્યાં મામલો વધુ ગરમાઈ ગયેલ પરંતુ થોડી વારમા તે બસ નો કંડક્ટર આવી જતા મામલા ને શાંત પાડ્યો હતો અને અલ્ટો ચાલકે વિરપુર પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ આપી હતી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.*