Western Times News

Gujarati News

વિશાલા રેસ્ટોરન્ટ પાસે મોડી રાત્રે કારની ટક્કરથી બાઈક ચાલકનું મોત

(પ્રતિનિધિ) અમદાવાદ  : અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન ચિંતાજનક રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ છે પરંતુ રાત પડતાં જ શહેરના માર્ગો પર ખાનગી ભારે વાહનો પુરઝડપે દોડતા જાવા મળી રહયા છે

ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં અકસ્માતો વધુ પ્રમાણમાં નોંધાઈ રહયા છે. ગઈકાલે રાત્રિના ૧૦.૦૦ વાગ્યાની આસપાસ વિશાલા રેસ્ટોરન્ટ પાસે પુરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારતાં એક યુવાનનું મોત નીપજયું હતું કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી છુટયો છે ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના વટવા વિસ્તારમાં અયોધ્યા એપાર્ટમેન્ટની પાછળ આવેલા કુશલ આવાસ યોજનામાં રહેતા ભગવાનસિંહ નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાની બાઈક લઈને વિશાલા રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહયો હતો ઑ

રસ્તાની સાઈડમાં જ ભગવાનસિંહ બાઈક ચલાવી રહયા હતા પરંતુ આ દરમિયાનમાં જ એક ઈનોવા કાર પુરઝડપે આવી હતી અને બાઈકને ટક્કર મારતાં ભગવાનસિંહ ઉછળીને રસ્તા પર પટકાયા હતાં જેના પરિણામે તેમને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ભગવાનસિંહને વી.એસ.હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોÂસ્પટલમાં ખૂબ જ ગંભીર હાલત હોવાથી તેમનું ટુંકી સારવાર દરમિયાન જ મોત નીપજયું હતું.

અકસ્માતના પગલે એકત્ર થયેલા લોકોએ કાર ચાલકને ભાગતો જાયો હતો બીજીબાજુ કેટલાક લોકોએ કારનો નંબર પણ નોંધી લીધો હતો ઘટનાની જાણ થતાં એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને મૃતક ભગવાનસિહના ભત્રીજા પ્રવિણભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી ઈનોવા કારના નંબરના આધારે તેના માલિકને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.