વેપારીઓ પરનો ‘પ્રોફેશનલ ટેક્ષ દૂર કરવા માંગણી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત સરકારનું બજેટ આવતીકાલે નાણાં મંત્રી વિધાન સભામાં રજુ કરનાર છે. ત્યારે વેપારીઓ તરફથી તેમના પર લેવામાં આવતો ે‘પ્રોફેશ્નલ ટેક્ષ’ દુર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. આમ, તો વેપારી એસોસીએશન દ્વારા લાંબા સમયથી આ માંગ કરવામાં આવી છે.
હવે જયારે જીએસટી લેવામાં આવી રહ્યો છે ત્યારે વેપારીઓ પર લદાયેલો ‘પ્રોફેશ્નલ ટેક્ષ’ દુર કરાય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. જાે કે વેપારીઓનું કહેવુ છે કે ‘પ્રોફશ્નલ ટેક્ષ મોટો નથી. વર્ષે દહાડેે રૂા.રપ૦૦ની આસપાસ આ ટેક્ષ લેવામાં આવે છ. એટલે મહિનાના રૂા.ર૦૦ની આસપાસ પ્રોફેશ્નલ ટેક્ષ’ની રકમ થવા જાય છે. હવે જયારે ગુજરાત સરકારનું બજેટ રજુ થનાર છે ત્યારે તેમાં ‘પ્રોફેશ્નલ ટેક્ષને દૂર કરાય એવી વર્ષો જૂની વેપારીઓની માંગણીને લક્ષ્યમાં લેવામાં આવે.પ્રોફેેશ્નલ ટેક્ષ લેવાનો કોઈ અર્થ નથી. વેપારીઓ જીએસટી ભરી રહ્યા છે.
તેથી આવા નાના નાના ટેક્ષને દૂર કરવા જાેઈએ જેથી વેપારી વર્ગને રાહત પહોંચી શકે છે. વિધાનસભાનું સત્ર શરૂ થયુ છે અને જ્યારેે આવતીકાલે બજેટ રજુ થના રછે ત્યારે આ વાતને ધ્યાનમાંં લેવામાં આવે એવી લાગણી અને માંગણી વેપારીઓએ વ્યક્ત કરી છે.