શરદ પવાર સાથેની મુલાકાતનો રાજનીતિક અર્થ કાઢવો નહીં : પ્રશાંત કિશોર

મુંબઇ: મહારાષ્ટ્ની વધી રહેલ રાજકીય હિલચાલ વચ્ચે ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એનસીપીના વડા શરદ પવારની તેમના અહીંના નિવાસ પર મુલાકાત કરી હતી આ મુલાકાતને તે અટકળોને હવા મળી છે કે ૨૦૨૪માં યોજાનાર આગામી સામાન્ય ચુંટણી માટે ભાજપની વિરૂધ્ધ એક રાષ્ટ્રીય ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
જાે મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી આ મુલાકાતમાં શું ચર્ચા થઇ તેના પર કંઇ સામે આવ્યું નથી પરંતુ પ્રશાંત કિશોરે આ મુલાકાતને માત્ર એક પ્રાઇવેટ બેઠક બતાવી છે અને કહ્યું છે કે તેને રાજનીતિથી કોઇ લેવા દેવા નથી
હકીકતમાં પ્રશાંત શરદ પવારની પુત્રી અને બારામતીથી સાંસદ સુપ્રિયા સુલેની સાથે દક્ષિણ મુંબઇમાં આવેલ પવારના નિવાસ સિલ્વર ઓક પર સવારે ૧૧ વાગે પહોચ્યા હતાં અને બપોરના લગભગ બે વાગે બહાર આવ્યા હતાં એટલું જ નહીં એનસીપી રાજય પ્રમુખ જયંત પાટીલ પણ કેટલોક સમય સિલ્વર ઓક પહોંચ્યા અને તાકિદે નિકળી ગયા હતાં એનસીપીના આંતરિક સુત્રોએ કહ્યું કે બેઠકમાં જે વિષયો પર ચર્ચા થઇ તેમાં ભાજપના વિકલ્પની સંભાવના પણ સામેલ હતી
બેઠકને લઇ એનસીપીના એક સીનિયર નેતાએ કહ્યું કે પવાર ભાજપની વિરૂધ્ધ તમામ વિરોધ પક્ષોને એક સાથે લાવવા માટે કામ કરી રહ્યાં છે આ સ્વાભાવિક છે કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે જાે કે પ્રશાંત કિશોરે કહ્યું કે તે ફકત લંચ પર એક ખાનગી શિષ્ટાચાર મુલાકાત હતી અને તેને રાજનીતિથી કોઇ લેવા દેવા નથી એ યાદ રહે કે શરદ પવાર સતત બીજીવાર કેન્દ્રની સતામાં આવેલ ભાજપથી મુકાબલો કરવા માટે વિરોધ પક્ષોને સતત એક કરી માટે એક મંચ પર આવવાની વકાલક કરી રહ્યાં છે.
૨૦૧૪માં ભાજપે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુકત પ્રગતિશીલ ગઠબંધનને હરાવ્યા હતાં અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતાં તે સમયે પ્રશાંત કિશોર ભગવા પાર્ટીના ચુંટણી રણનીતિકાર હતાં જાે કે બાદમાં તે પાર્ટીથી અલગ થઇ દયા હતાં અને વિધાનસભા ચુંટણીઓ માટે કેટલાક વિરોધ પક્ષોની સાથે કામ કર્યું