Western Times News

Gujarati News

રાજસ્થાનમાં સરકારી સ્કુલના માસ્ટરે છાત્રા પર દુષ્કર્મ કર્યું

Files Photo

જાેધપુર: જાેધપુર ગ્રામીણના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂ શિષ્યના સંબધને શર્મસાર કરનારી ધટના બની છે. અહીં સરકારી સ્કુલના માસ્ટરે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનારી સગીર છાત્રાને પોતાની હવસનો શિકાર બનાવી છે. ત્રણ ચાર વાર કરવામાં આવેલ જબરસ્તીના કારણે બાળકી ગર્ભવતી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.તેની તબીયત બગડતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે પીડિતાના પરિવારની ફરિયાદ પર પોલીસે બે શિક્ષકોની વિરૂધ્ધ તપાસ શરૂ કરી છે. આ ઘટના માર્ચ મહીનાની છે. તે સમયે કેટલોક સમય લોક ડાઉન હટાવવામાં આવ્યું હતું અને સ્કુલમાં બાળકો ઓછા આવી રહ્યાં હતાં આ દરમિયાન બે શિક્ષકોએ મિલીભગત કરી આ કરતુતને પરિણામ આપ્યું હતું.

શેરગઢ પોલીસમાં દાખલ એફઆઇઆર અનુસાર આ બાળકી શેરગઢ પોલીસ સ્ટેશનમાં બાબાની નિમ્બડી મોકમગઢની રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી આ દરમિયાન અધ્યાપક સુરજારામ અને સહીરામે વિદ્યાલય પરિસરમાં જ આ સગીર બાળકીની સાથે બળાત્કાર ગુજાર્યો માર્ચના બીજા અઠવાડીયમાં તેમની બાળકી નાના ભાઇ સાથે સ્કુલમાં ગ હતી રજા બાદ સિક્ષક સહીરામે તેના નાના ભાઇને ધમકાવીને ધરે મોકલી દીધો અને બાળકીને રોકી દીધી

ત્યારબાદ શિક્ષક સુરજારામે આ બાળકી સાથે દુષ્કર્મ કર્યું બાળકીએ આ ઘટાની બાબતમાં તે દિવસે પોતાની માતાને બતાવ્યું બાળકીએ પોતાની માતાને કહ્યું કે શિક્ષક સુરજારામે તેની સાથે ત્રણ ચાર વાર દુષ્કર્મ કર્યું માતાએ આદામી દિવસે બાળકીને સ્કુલમાંથી કાઢી બીજી સ્કુલમાં મોકલી ઘટનાના ત્રણ મહિના બાદ બાળકીને પેટમાં દર્દ અને તાવ આવ્યો આથી તેને બાલેસરની એક હોસ્પિટલમાં ચેક કરાવવા માટે લઇ જવામાં આવી અહીં એવી આશંકા વ્યકત કરવામાં આવી કે બાળકી ગર્ભવતી હોઇ શકે છે.આથી સગીરાના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે શિક્ષક સુરજારામ અને સહીરામ સામે તપાસ શરૂ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.