Western Times News

Gujarati News

અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર તવાઈ

રાજકોટની ઘટનાનાં પગલે ઉચ્ચ અધિકારીઓ સક્રિય : મેઘાણીનગરમાં બુટલેગર તથા તેના
સાગરીતો કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ફરાર

અમદાવાદ: રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનું ગૃહવિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યભરમાંથી દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરાયેલી તાકીદથી પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાનમાં
આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓને રાજ્યનું ગૃહવિભાગ સતર્ક બન્યું છે.

રાજકોટમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે બરોડામાં સગીરા ઉપર સામૂહિક બળાત્કાર કરનાર હજુ ઝડપાયા નથી. આ બંને ઘટનાઓને લઈ રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચેલો છે. અમદાવાદ શહેરમાં પણ યુવતીઓની અને બાળાઓની છેડતીની ઘટનાઓને લઈ આખરે રાજ્ય ગૃહવિભાગ દ્વારા તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટમાં પકડાયેલાં નરાધમે દારૂ પીધા બાદ બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની કબૂલાતથી અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા.

ગઈકાલે મળેલી ઉચ્ચ કક્ષાની મળેલી બેઠકમાં રાજ્યભરમાંથી દેશી દારૂના અડ્ડાઓ ઉપર તવાઈ બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. જેનાં પગલે ગઈકાલથી જ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. જેને કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ દરમિયાનમાં દુષ્કર્મની ઘટના બાદ ગૃહવિભાગે આપેલાં આદેશના પગલે ગઈકાલથી શહેરમાં સઘન ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે અને દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે. ઠેર ઠેર નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ શરૂ કરાયું છે.

શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રિના નવ વાગ્યાની આસપાસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ બાબુભાઈ, અસારવા ચમનપુરા વિસ્તારમાં સાગર પાન પાર્લર પાસે વોચમાં હતા આ દરમિયાનમાં બુટલેગર બળવંતસિંહ રાજપૂત પોતાનું કાળા કલરનું એક્ટીવા લઈ પસાર થઈ રહ્યું હતું. બાબુભાઈને શંકા જતાં એકટીવા અટકાવ્યું હતું અને એક્ટીવાની તપાસ કરવા માટે ડેકી ખોલવાનું કહેતાં જ બળવંતસિંહ ઉશકેરાઈ ગયું હતું બાબુભાઈને શંકા હતી કે ડેકીમાં દેશી દારૂની બોટલો છે જેથી તપાસ શરૂ કરી હતી.

પરંતુ બળવંતસિંહે કોન્સ્ટેબલ બાબુભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાનમાં સાગર પાન પાર્લરમાં બેઠેલો બળવંતસિંહનો પુત્ર પ્રશાંત આવી પહોંચ્યો હતો અને તેને પણ બાબુભાઈને ધમકીઓ આપી હતી. પિતા-પુત્રએ બાબુભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તથા થાય તે કરી લેવાની ધમકી આપતાં જ પરંતુ તેમણે એક્ટીવા પકડી રાખ્યું હતું. આ દરમિયાનમાં બળવંતસિંહનો ભાઈ કરણસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પિતા-પુત્ર તથા ભાઈએ બાબુભાઈ પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. અને આ દરમિયાન બળવંતસિંહનો પુત્ર પ્રશાંત એક્ટીવા લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે અને તાત્કાલિક ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. આ અંગેની બાબુભાઈએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા તથા હત્યાની ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવતાં મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે બળવંતસિંહ વિદેશી દારૂનો વેપાર કરે છે આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો સક્રિય બની છે અને ગઈકાલે રાતભર તેમનાં નિવાસસ્થાન તથા અન્ય સ્થળો ઉપર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.