શાહરૂખ ખાને પહેરેલા આ શર્ટની કિંમત જાણીને ચોંકી જશો
મુંબઈ: કોરોના વાયરસની મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે. જેમાં હવે બોલિવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી તેવું જાવા મળ્યું છે. હાલમાં શાહરુખ ખાન તેના ઘરની બાલ્કનીમાં શૂટિંગ કરતા જાવા મળ્યો હતો. શાહરુખ ખાન મુંબઈ સ્થિત તેના ઘર મન્નતની બાલ્કનીમાં શૂટિંગ કરતો જાવા મળ્યો હતો. શાહરુખના ઘરની બાલ્કનીમાં તેની આસપાસ લાઈટ અને કેમેરા જાવા મળી રહ્યા હતા. પણ, શાહરુખ ખાને આ શૂટિંગ દરમિયાન જે શર્ટ પહેર્યો હતો તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો ચાલો જાણીએ શાહરુખ ખાને પહેરેલા આ શર્ટની કિંમત વિશે.
આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક શર્ટ અને વાદળી રંગના જીન્સમાં જાવા મળ્યો, તેણે ડાર્ક સનગ્લાસ પણ પહેર્યા હતા. શાહરૂખ ખાને જે શર્ટ પહેર્યો હતો તેની કિંમત ૭૨૪ અમેરિકન ડોલર હોવાનું જાણવા મળ્યું છે. જેની ભારતીય રાશિ મુજબ કિંમત રૂપિયા ૫૪,૭૫૪.૬૭ થાય છે. શાહરૂખ ખાને આટલી મોંઘી કિંમતનો જે શર્ટ પહેર્યો હતો તે બ્રાન્ડનો છે.
શાહરૂખ ખાનના બોલિવૂડમાં ૨૮ વર્ષ પૂરા થયા છે. કારણકે આજથી ૨૮ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન, ૧૯૯૨ના દિવસે શાહરૂખ ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે ઋષિ કપૂર અને દિવ્યા ભારતી જાવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
શાહરૂખ ખાનની વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ પછી તેની કોઈ બીજી ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી. વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઈ હતી, ત્યારબાદ હજુ કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.