શાહીનબાગના મામલે અંતે સુનાવણી ૨૩મી સુધી ટળી

Files Photo
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શાહીનબાગના મામલે આજે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે હાલમાં સુનાવણી કરવા માટેનો યોગ્ય સમય નથી. આની સાથે જ આ મામલે સુનાવણી ૨૩મી માર્ચ સુધી ટળી ગઇ છે. શાહીનબાગમાંથી દેખાવકારોને દુર કરવાની કરવામાં આવેલી અરજી પર સુનાવણી ટળી ગઇ છે. કોર્ટ હવે ૨૩મી માર્ચના દિવસે સુનાવણી કરનાર છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી વેળા સાફ શબ્દોમાં કહ્યુ હતુ
કે તેના દ્વારા કરવામાં આવેલા મધ્યસ્થીના પ્રયાસો ફ્લોપ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શાહીનબાગ વિવાદનો અંત લાવવા માટે મધ્યસ્થીઓની એક ટીમ બનાવી હતી. જા કે આ ટીમના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે શાહીનબાગમાં બે મહિના કરતા વધારે સમયથી બંધ રહેલા માર્ગને ખાલી કરવા માટે અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે કહ્યુ હતુ કે કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે.
કોર્ટે કહ્યુ હતુ કે તે દિલ્હી હિંસા સાથે જાડાયેલી કોઇ પણ અરજી પર સુનાવણી કરનાર નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે દિલ્હી હાઇકોર્ટ આ મામલામાં સુનાવણી કરી રહી છે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસા સાથે સંબંધિત અરજીઓને ફગાવી દીધી હતી. તમામ લોકો જાણે છે કે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક ટીમ વાતચીત માટે બનાવી હતી. આ ટીમે દેખાવકારો સાથે વાતચીત કરી હતી. મધ્યસ્થી હબીબુલ્લાએ તો રવિવારના દિવસે રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવીને Âસ્થતી વધારે જટિલ બનાવી હતી.
રવિવારના દિવસે શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકાર વજાહત હબીબુલ્લાએ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો હતો. મધ્યસ્થી હબીબુલ્લાએ કહ્યુ હતુ કે સુધારવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનની સામે શાહીનબાગમાં ચાલી રહેલું પ્રદર્શન શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે, પાંચ રસ્તા પોલીસે બંધ કર્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવા માટે મોકલવામાં આવેલા ત્રણ મંત્રણાકારો પૈકી એક હબીબુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી દીધી હતી.
મંત્રણાકારોએ શાહીનબાગ જઇને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી પરંતુ રસ્તો ખોલાવવામાં સફળતા મળી નથી. દેખાવકારોનું કહેવું છે કે, જ્યાં સુધી સીએએને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે. શાહીનબાગમાં બે મહિનાથી વધારે સમયથી સુધારવામાં આવેલા નાગરિક કાનૂનની સામે આંદોલન જારી છે. નોઇડા અને દિલ્હીની વચ્ચે યાત્રા કરનાર લોકોએ સુપ્રીમ કોર્ટમાં જઇ ચિંતા વ્યક્ત કરી હતી.